(N/A) આવર્ત વિધેય એવું વિધેય છે જે તેના મૂલ્યોને નિયમિત અંતરાલો અથવા આવર્તકાળમાં પુનરાવર્તિત કરે છે.
ભૌતિકવિજ્ઞાનમાં,આવર્ત વિધેયોનો ઉપયોગ આવર્ત ગતિ દર્શાવવા માટે થાય છે.
સૌથી સરળ આવર્ત વિધેયો સાઈન (sine) અને કોસાઈન (cosine) વિધેયો છે.
વિધેય $f(t) = A \cos \omega t$ ધ્યાનમાં લો.
આ વિધેયનો આવર્તકાળ $T = \frac{2 \pi}{\omega}$ છે,કારણ કે જ્યારે ચલ $\omega t$ માં $2 \pi$ રેડિયનના પૂર્ણાંક ગુણાંકનો વધારો કરવામાં આવે,ત્યારે વિધેયનું મૂલ્ય સમાન રહે છે.
આમ,વિધેય $f(t)$ એ $T$ આવર્તકાળ સાથે આવર્ત છે,જે $f(t) = f(t + T)$ નું પાલન કરે છે.
તે જ રીતે,$f(t) = A \sin \omega t$ એ સમાન આવર્તકાળ $T$ ધરાવતું આવર્ત વિધેય છે.
સાઈન અને કોસાઈન વિધેયોનું રેખીય સંયોજન,$f(t) = A \sin \omega t + B \cos \omega t$,પણ $T$ આવર્તકાળ ધરાવતું આવર્ત વિધેય છે.
આપણે તેને $f(t) = D \sin(\omega t + \phi)$ તરીકે દર્શાવી શકીએ છીએ,જ્યાં $D = \sqrt{A^2 + B^2}$ એ પરિણામી કંપવિસ્તાર છે અને $\phi$ એ કળા અચળાંક છે.