વિધુત ફલક્સની સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપેલ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ ને લંબ એક $\overrightarrow{\Delta S }$ ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ મૂકીએ તો તેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને વિદ્યુત ફલક્સ કહે છે. જેને $\phi$ સંકેતથી દર્શાવાય છે.

$\therefore \phi =\overrightarrow{ E } \cdot \overrightarrow{\Delta S }$

$= E \Delta S \cos \theta$

જો વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ ને લંબ $\overrightarrow{\Delta S }$ ક્ષેત્રફળના ખંડને મૂકીઓ તો આ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા $E\Delta$ થશે કારણ કे $\overrightarrow{ E }$ અને $\overrightarrow{\Delta S }$ એકજ દિશામાં છે,તેથી $\theta=0^{\circ}$.

જો $\overrightarrow{ E }$ અને $\overrightarrow{\Delta S }$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય, તો હવે ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા $E \Delta S \cos \theta$ અનુસાર ઓછી થશે.

જ્યારે $\overrightarrow{ E }$ અને $\overrightarrow{\Delta S }$ વચ્ચેનો ખૂણો $\theta$ શૂન્ય હોય ત્યારે ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા શૂન્ય થશે જે આફૃતિમાં બતાવેલ છે.

જ્યારે કોઈ વક્ર સપાટી હોય તો આ વક્ર સપાટીને ઘણી મોટી સંખ્યાના, સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડોમાં વિભાજિત કરેલ કલ્પીને દરેક સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડને સમતલીય ગણી શકાય અને $\overrightarrow{\Delta S}=\Delta S \hat{n}$ જे સદિશ તરીકે લઈ શકાય. જ્યાં $\hat{n}$ એ ક્ષેત્રફળ સદિશની દિશાનો એકમ સદિશ છે.

હવે વિદ્યુત ફલક્સ એ વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી અથવા ક્ષેત્રફળ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા છે.

$\therefore \overrightarrow{ E }$ વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા ક્ષેત્રફળ ખંડ $\Delta S$ માંથી પસાર થતું (સંકળાયેલ) વિદ્યુત ફલક્સ $\phi$ હોય તો,

$\phi =\overrightarrow{ E } \cdot \overrightarrow{\Delta S }$

$= E \Delta S \cos \theta$

જ્યાં $\theta$ એ $\overrightarrow{ E }$ અને $\overrightarrow{\Delta S }$ વચ્ચેનો ખૂણો છે.

897-s135

Similar Questions

ગાઉસનો નિયમ ${ \in _0}\,\oint\limits_{} {\vec E,\,d\vec s\,\, = \,\,q} $ દ્વારા આપવામાં આવે છે જો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો .......

આકૃતિ માં દર્શાવેલ વક્રો પૈકી કયો/યા વક્ર સ્થિતવિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે નહિ?

વિદ્યુતક્ષેત્ર શોધવા ગાઉસનો નિયમ $|\overrightarrow{\mathrm{E}}|=\frac{q_{\mathrm{enc}}}{\varepsilon_{0}|\mathrm{A}|}$ વાપરવામાં આવે છે.જ્યાં $\varepsilon_{0}$ શૂન્યાવકાશની પરમિટિવિટી, $A$ ગાઉસીયન સપાટીનું ક્ષેત્રફળ અને $q_{enc}$ એ ગાઉસીયન સપાટીની અંદર રહેલ વિજભાર છે.ઉપરનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે?

  • [JEE MAIN 2020]

જો વિર્ધુતક્ષેત્ર $10 \hat{i}+3 \hat{j}+4 \hat{k}$ આપેલ હોય તો $y z$  સમતલમાં  રહેલા $10$ એકમ ક્ષેત્રફળની સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ............ એકમ હશે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક લંબધન $E=2 x^2 \hat{i}-4 y \hat{j}+6 \hat{k}\,N / C$ ના વિદ્યુતક્ષેત્રના વિસ્તારમાં રહેલો હોય ત્યારે લંબધનમાં રહેલા વીજભારનું મૂલ્ય $n \varepsilon_0 C$ છે. તો $n$ નું મૂલ્ય $.............$ છે. (જો ધનનું પરિમાણ $1 \times 2 \times 3 \;m ^3$ છે.)

  • [JEE MAIN 2023]