અપસારિત (divergent) ઉદવિકાસ વિસ્તૃત રીતે સમજાવો. તેની પાછળનું પ્રેરક પરિબળ કયું છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

. ઉદાહરણ તરીકે વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવ (બધા સસ્તનો) માં અગ્ર ઉપાંગનાં અસ્થિઓની ભાતમાં સમાનતા જોવા મળે છે (આકૃતિ $(b)$ ). આમ છતાં આ પ્રાણીઓમાં અગ્ર ઉપાંગો ભિન્ન કાર્યો કરે છે, તેઓ અંત:સ્થ રચનાકીય સમાનતા ધરાવે છે. આ બધામાં તેમના અગ્ર ઉપાંગમાં ભૂજાસ્થિ, અરીયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિઓ, પશ્ચમણિબંધાસ્થિઓ અને અંગુલ્યાસ્થિઓ હોય છે.

આમ, આ પ્રાણીઓમાં એકસરખા બંધારણ (રચના) ધરાવતાં અંગોનો વિકાસ થયો પરંતુ તે જુદી-જુદી દિશામાં અને તેની જુદી-જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. આ અપસારી ઉદ્દવિકાસ(divergent evolution) અને આ રચનાઓ સમમૂલક કે રચનાસદશ (homologous) છે. સમમૂલકતા સમાન પૂર્વજો નિર્દેશિત કરે છે. અન્ય ઉદાહરણોમાં પૃષ્ઠવંશીઓના હદય અને મગજ છે. 

વનસ્પતિઓમાં પણ બોગનવેલ (Bougainvillea) ના કંટક અને કુકરબીટા (Cucurbita) ના પ્રકાંડસૂત્ર રચનાસદશ અંગો છે (આકૃતિ $(a)$ ). રચના સદશતા અપસારી ઉદ્દવિકાસ આધારિત છે.

Similar Questions

નીચેનામથી ક્યું કોનવરજંટ  ઉત્ક્રાંતિ નથી?

ઇંગ્લેન્ડમાં ઔધોગિકીકરણ દરમિયાન ફૂદાંની ઉદવિકાસીય વાર્તા દર્શાવે છે. ઉદવિકાસ દેખીતી રીતે પ્રતિવર્તી છે. આ વિધાન સ્પષ્ટ કરો. 

નીચેનામાંથી કયો વિકલ્પ કનવરજન્ટ (કેન્દ્રગામી) અને ડાયવરજન્ટ (આડામાગ) ઉદવિકાસનું એક એક સાચું ઉદાહરણ આપે છે. કેન્દ્રગામી ઉવિકાસ - આડામાર્ગે ઉદવિકાસ

  • [AIPMT 2012]

માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં કઈ અવશિષ્ટ રચના વિકસે છે?

તમે ઇંગ્લેન્ડના ટપકાંવાળા ફૂદાંની વાર્તાનો અભ્યાસ કર્યો છે. જો ઉધોગો દૂર કરાયા હોત તો તેની અસર ફૂદાંની વસતિ પર શું જોવા મળી હોત ? ચર્ચા કરો.