અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાયુના બીજા કાર્યો જણાવો.
વિકાસ પામતાં ગર્ભ અને માતૃશરીર વચ્ચે જરાયુ એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જરાયુ અંતઃસ્ત્રાવી પેશી કાર્ય કરી અનેક અંતઃસ્રાવો જેવાં કે $(1)$ હ્યુમન કોરિઓનિક ગોનેડોટ્રોપિન $(hCG)$ $(2)$ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન $(hPL)$ $(3)$ ઇસ્ટ્રોજન અને $(4)$ પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરે છે.
અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાય પોષક ઘટકો અને ઑક્સિજન ગર્ભમાં પહોંચાડવાનું તેમજ ગર્ભ દ્વારા ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો તેમજ નકામા પદાર્થો દૂર કરવાનું કાર્ય કરે છે.
જરાયુ શું ધરાવે છે ?
રિલેક્સીન નામનો અંતઃસ્ત્રાવ ક્યાથી ઉત્પન્ન થાય છે?
ભ્રુણનું પ્રથમ હલનચલન અને શીર્ષ પરનાં વાળ દેખાવાના ક્યારે શરૂ થાય છે ?
પિતૃમાં પ્રજનન દ્વારા બાળ સજીવ નિર્માણની ઘટનાનો ક્રમ ...
પ્રસૂતિના ચિહ્નો ક્યાંથી ઉત્પન્ન થાય છે. માતા કે ગર્ભમાંથી ? પ્રસૂતિના કાર્ય કરતાં મુખ્ય અંતઃસ્ત્રાવોને વર્ણવો.