(N/A) જરાયુવિન્યાસ એટલે અંડાશયની અંદર અંડકોની ગોઠવણી. તે મુખ્યત્વે પાંચ પ્રકારના હોય છે:
$(A)$ સીમાંત (Marginal) જરાયુવિન્યાસ:
અંડાશયની વક્ષ સીવણ (ventral suture) પર જરાયુ એક કટક બનાવે છે અને અંડકો આ કટક પર બે હરોળમાં ગોઠવાયેલા હોય છે. આ પ્રકારનો જરાયુવિન્યાસ વટાણામાં જોવા મળે છે.
$(B)$ ચર્મવત (Parietal) જરાયુવિન્યાસ:
જ્યારે અંડકો અંડાશયની અંદરની દીવાલ પર અથવા પરિઘવર્તી ભાગ પર વિકાસ પામે છે,ત્યારે તેને ચર્મવત જરાયુવિન્યાસ કહેવામાં આવે છે.
$(C)$ અક્ષવર્તી (Axile) જરાયુવિન્યાસ:
અક્ષવર્તી જરાયુવિન્યાસમાં,જરાયુ અક્ષીય હોય છે અને અંડકો બહુકોટર અંડાશયમાં તેની સાથે જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે જાસૂદ,ટામેટા અને લીંબુ.
$(D)$ તલીય (Basal) જરાયુવિન્યાસ:
અંડાશયના તળિયે જરાયુનો વિકાસ થાય છે અને તેની સાથે એક જ અંડક જોડાયેલું હોય છે. તે સૂર્યમુખી અને ગલગોટામાં જોવા મળે છે.
$(E)$ મુક્ત કેન્દ્રસ્થ (Free central) જરાયુવિન્યાસ:
મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસમાં,અંડકો મધ્ય અક્ષ પર ગોઠવાયેલા હોય છે અને તેમાં આંતરપટલ (septa) ગેરહાજર હોય છે. આ પ્રકારનો જરાયુવિન્યાસ ડાયન્થસ અને પ્રિમરોઝમાં જોવા મળે છે.