દીર્ધવૃત્ત દોરવાની રીત વર્ણવો અને દીર્ઘવૃત્ત કેન્દ્રો, મધ્યબિંદુ, અર્ધદીર્ધ અક્ષ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બે બિંદુ $F _{1}$ અને $F _{2}$ પસંદ કરો.

અમુક લંબાઈની દોરી લઈને તેના છેડાઓને ટાંકણીની મદદથી $F_{1}$ અને $F_{2}$ આગળ જડી દો.

આકૃતિમાં બતાવ્યા મુજબ પેન્સિલની અણી વડે દોરીને કડક ખેંચેલી રાખી પેન્સિલને ફેરવતા જઈ વક્ર દોરો. આ રીતે મળેલો બંધ વક્ર એे દીર્ધવૃત્ત કહેવાય છે.

$F _{1}$ અને $F _{2}$ બિંદુઓને જોડી તે રેખાને લંબાવો.આ રેખા દીર્ધવૃત્તને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $P$ અને $A$ બિંદુએ છેદે છે. રેખા $PA$ નું મધ્યબિંદુ $“O”$ છે. જે દીર્ધવૃત્તનું મધ્યબિંદુ છે.

$OP = OA$ લંબાઈને અર્ધદીર્ધવૃત્તની અર્ધદીર્ધ અક્ષ કહે છે.

 

889-s41

Similar Questions

ગ્રહોની ગતિ માટે કેપ્લરનો આવર્તકાળનો નિયમ (કેપ્લરનો ત્રીજો નિયમ) લખો.

એક ગ્રહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આપેલ બિંદુ $P$ આગળ ગ્રહ સૂર્યની સૌથી નજીક $d_1$ અંતરે છે અને ઝડપ $v_1$ છે. બીજા બિંદુ $P$ આગળ ગ્રહ સૂર્યથી સૌથી દૂર $d_2$ અંતરે હોય, તો તેની ઝડપ કેટલી હશે?

$R$ ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ $T$ હોય તો $9 R$ ત્રિજ્યામાં ભ્રમણ કરતાં ઉપગ્રહનો આવર્તકાળ ............ $T$

  • [JEE MAIN 2021]

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસની કક્ષામાં $6R$ અંતરે (અફેલિયન અંતર) અને $2R$ અંતરે (પેરેહિલિયન અંતર) લંબવૃત્તીય ભ્રમણ કરે છે. જ્યાં $R = 6400 \,km$ એ પૃથ્વીની ત્રિજ્યા છે તો કક્ષાની ઉત્કેન્દ્રતા શોધો. તેમને પૃથ્વીની નજીક અને દુરના બિંદુઓએ ઉપગ્રહના વેગ શોધો. $6R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ઉપગ્રહને સ્થાનાંતરિત કરવા માટે શું કરવું જોઈએ ? ($G = 6.67 \times 10^{-11}\,SI$ એકમ અને $M = 6 \times 10^{24}\,kg$ ) 

પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ $7$ કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ?

  • [JEE MAIN 2022]