સ્ત્રીકેસરચકની $( \mathrm{Gynaecium} )$ રચના અને પ્રકારો વર્ણવો.
$\Rightarrow$ સ્ત્રીકેસરચક્ર : સ્ત્રીકેસર એ પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે અને એક કે વધુ સ્ત્રીકેસરનો બનેલો છે.
$\Rightarrow$ સ્ત્રીકેસર ત્રણ ભાગો ધરાવે છે.
$\Rightarrow$ પ્રત્યેક સ્ત્રીકેસરના પાયાના ભાગે પોલી કોથળી જેવું બીજાશય (Ovary) હોય છે.
$\Rightarrow$ બીજાશયમાંથી ટોચના ભાગે લંબાયેલી નલિકાકાર પરાગવાહિની (Style) હોય છે.
$\Rightarrow$ પરાગવાહિનીના ટોચના ભાગને પરાગાસન (stigma) કહે છે.
$\Rightarrow$ પરાગવાહિનીની સપાટી પરાગરજ માટે ગ્રહણશીલ હોય છે.
$\Rightarrow$ બીજાશયના પોલાણમાં જરાય સાથે જોડાયેલાં એક કે વધુ બીજાંડ (અંડક) (Ovule) આવેલાં હોય છે. જે સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલા હોય છે.
$\Rightarrow$ સ્ત્રીકેસરચક્રના પ્રકારો (Types of Gynaecium) : સ્ત્રીકેસરચક્રમાં એક જ સ્ત્રીકેસર હોય તો તેને એકસ્ત્રીકેસરી (Monocarpellary) કહે છે. ઉદા., વટાણા
$\Rightarrow$ સ્ત્રીકેસરમાં એકથી વધારે સ્ત્રીકેસર હોય તો તેને બહુસ્ત્રીકેસરી (Polycarpellary) કહે છે. ઉદા., જાસૂદ, ધતુરો
$\Rightarrow$ બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્રમાં જો બધાં સ્ત્રીકેસર એકબીજાથી મુક્ત રહે તો તેને મુક્તસ્ત્રીકેસરી (Apocarpous) કહે છે. ઉદા. , કમળ, ગુલાબ વગેરે.
$\Rightarrow$ જો બધા સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલાં હોય તો તેને યુક્તસ્ત્રીકેસરી (Syncarpous) કહે છે. આવા કિસ્સામાં બીજાશય એક જ હોય છે. ઉદા., ધતૂરો, જાસૂદ વગેરે.
$\Rightarrow$ સ્ત્રીકેસર માદા રચના ગણાય છે.
$\Rightarrow$ પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર લિંગી પ્રજનન માટે જરૂરી છે, તેથી તેઓને આવશ્યક પુષ્પચક્રો હોય છે.
$\Rightarrow$ ફલન બાદ અંડક બીજમાં વિકસે છે અને બીજાશય ફળમાં પરિણમે છે.
કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ - $II$ માં વિશિષ્ટતા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ જાસૂદ | $(p)$ પુષ્પાસન બીંબ આકારનું |
$(B)$ લીંબુ | $(q)$ બીજાશય અધઃસ્થ |
$(C)$ ગુલાબ | $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું |
$(D)$ સૂર્યમુખી | $(s)$ પરિપુષ્પ |
$(E)$ બોગનવેલ | $(t)$ પુષ્પાસન કપ આકારનું |
$(u)$ બીજાશય ઉર્ધ્વસ્થ |
કારેલાં, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપીન, કાકડી, શણ, ચણા, જામફળ, કઠોળ, મરચા, આલુ, પેઢુનીઆ, ટામેટા, ગુલાબ વીધાનીઆ, બટાકા, કાંદા, કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી પુષ્ય ધરાવે છે?
આભાસીપટ ......છે.
કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ-II માં વિશિષ્ટ આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(A)$ જાસૂદ | $(p)$ પુષ્પાસન બીંબ આકારનું |
$(B)$ લીંબુ | $(q)$ બીજાશય અધ:સ્થ |
$(C)$ ગુલાબ | $(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું |
$(D)$ સૂર્યમુખી | $(s)$ પરિપુષ્પ |
$(E)$ બોગનવેલ | $(t)$ પુષ્પાસન કપ આકારનું |
$(u)$ બીજાશય ઉધ્વસ્થ |
નીચેનામાંથી કયા ભાગો સ્ત્રીકેસરચક્રના છે ? $P$ - પરાગાસન, $Q$ - પરાગાશય, $R$ - પરાગવાહિની, $S$ - બીજાશય, $T$ - યોજી, $U$ - તંતુ