પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈનાં સૂત્રો મેળવો.
મહત્તમ ઉંચાઈ $H [Maximum height]$ આકૃતીમાં દર્શાવેલ છે.
પ્રક્ષિપ્ત પદાર્થે ઊધર્વદિશામાં કાપેલા અંતર માટેનું સમી. $y=\left(v_{0} \sin \theta_{0}\right) t-\frac{1}{2} g t^{2}$ માં $t=t_{m}$ ऐહોય ત્યારે $y= H$ થાય.
$\therefore \quad H =\left(v_{0} \sin \theta_{0}\right) t_{ m }-\frac{1}{2} g t_{ m }^{2}$
મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય $: [Time\,taken\,to\,reach\,to\,maximum\,height] :$
ધારો કે પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઉંચાઈએ પહોંચવા માટે લાગતો સમય $t_{ m }$ છે.
મહત્તમ ઉંચાઈએે વેગનો $Y-$દિશામાંનો ધટક $v_{y}=0$ હોવાથી સમી.
$v_{y}=v_{0} \sin \theta_{0}-g t$ પરથી,
$\therefore v_{y}=v_{0} \sin \theta_{0}-g t$
$\therefore 0=v_{0} \sin \theta_{0}-g t_{ m }$
$\therefore g t_{ m }=v_{0} \sin \theta_{0}$
$\therefore t_{ m }=\frac{v_{0} \sin \theta_{0}}{g}$
ઉડ્ડયનનો કુલ સમય $(time of flight):$
ઉડ્ડયનનો સમય $t_{ F }$ છે. સમી. $y=\left(v_{ o } \sin \theta_{ o }\right) t-\frac{1}{2} g t^{2}$ માં $y=0$ થાય ત્યારે $t=t_{ F }$ થાય.
$\therefore y=\left(v_{0} \sin \theta_{0}\right) t-\frac{1}{2} g t^{2}$
$\therefore 0=\left(v_{0} \sin \theta_{0}\right) t_{ F }-\frac{1}{2} g t^{2}_{ F }$
$\therefore 0=v_{0} \sin \theta_{0}-\frac{1}{2} g t_{ F }$
$\therefore t_{ F }=\frac{2 v_{0} \sin \theta_{0}}{g}$
$15^o$ ના ખૂણે $u$ વેગથી ફેંકેલા પદાર્થની અવધિ $R$ છે.તો તે પદાર્થને $45^o$ ના ખૂણે $2u$ વેગથી ફેંકતા પદાર્થની અવધિ કેટલી મળે?
$E$ જેટલી ગતિઊર્જા ધરાવતા એક બોલને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ બોલની ગતિઊર્જા $.......$ હશે.
એક શેલને વેગ $v_2$ સાથે સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી ટ્રોલીમાંથી વેગ $v_1$ સાથે શિરોલંબ દિશામાં છોડવામાં આવે છે. જમીન પર ઉભેલી એક વ્યક્તિ શેલની ગતિને પરવલય તરીક જુએે છે, તો તેની સમક્ષિતીજ અવધી શું હશે ?
એક પ્રક્ષિપ્ત પદાર્થને પૃથ્વીની સપાટી પરથી $5\;ms^{-1} $ ના વેગથી અને સમક્ષિતિજ સાથે $\theta $ કોણે ફેંકવામાં આવે છે. બીજા ગ્રહ પરથી બીજા પદાર્થને તેટલા જ કોણે અને $3\;ms^{-1}$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો ગ્રહ પરથી ફેંકેલા પદાર્થનો ગતિપથ, પૃથ્વી પરથી ફેંકેલા પદાર્થના ગતિપથને બઘી જ રીતે સમાન છે. આપેલ ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ($m/s^2$ માં) કેટલું હશે? (આપેલ $g = 9.8 \,m s^{-2}$)
સમાન દળના બે પદાર્થોને સમાન વેગથી સમક્ષિતિજ સાથે $60^o$ અને $30^o$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો કઈ રાશિ તેમના માટે સમાન હશે?