બે સુરેખ સમાંતર વિધુતપ્રવાહધારિત તારની એકમ લંબાઈ દીઠ લાગતાં બળનું સમીકરણ લખી તેના પરથી એમ્પિયર $( \mathrm{A} )$ ની વ્યાખ્યા આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$f_{b a}=2 \times 10^{-7}\,N$મળે.

એમ્પિયરની વ્યાખ્યા : બે ખૂબ લાંબા, સુરેખ, અવગણ્ય આડછેદ ધરાવતા, શૂન્યાવકાશમાં એકબીજથી એક મીટર (લંબ) અંતરે મૂકેલા તારમાંથી જે સમાન વિદ્યુતપ્રવાહ માટે બંને વાહકો પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ $2 \times 10^{-7} N$ હોય, તો દરેક તારમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ $1\,A$ છે તેમ કહી શકાય. આ સૈદ્ધાતિક વ્યાખ્યા છે. વ્યવહારમાં આ વ્યાખ્યા માટે પૃથ્વીના ચુંબકીયક્ષેત્રની અસર નાબૂદ કરવી જોઈએ તથા ખૂબ લાંબા તારની જગ્યાએ યોગ્ય ભૌમિતિક આકારના ધણાં આંટા ધરાવતા ગૂંચળાનો ઉપયોગ કરવો પડે.

વિદ્યુતપ્રવાહ તુલા નામના સાધનના ઉપયોગથી આ યાંત્રિક બળ મપાય છે.

Similar Questions

$r$ ત્રિજ્યાનું અર્ધવર્તુળ અને વ્યાસ પરના તારમાં સમાન પ્રવાહ $i$ વહે છે, તો કેન્દ્ર પર રહેલા $P$ ખંડ પર એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

  • [AIIMS 2019]

બે લાંબા સમાંતર $I_1$ અને $I_2$ પ્રવાહ ધરાવતા તારને એકબીજાથી $d$ અંતરે મૂકેલા છે. જો બે તાર વચ્ચે અપાકર્ષણ થતું હોય તો તેમની વચ્ચેનું બળ $F$ ને ધન લેવામાં આવે છે અને જો આકર્ષણ થતું હોય તો $F$ ને ઋણ લેવામાં આવે છે.તો બળ $F$ વિરુધ્ધ $I_1 I_2$ ના ગુણકારનો આલેખ દોરવામાં આવે તો તે કેવો મળશે?

  • [JEE MAIN 2015]

બે સુરેખ સમાંતર તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતાં તેમની વચ્ચે ....... બળ લાગે જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરતાં તેમની વચ્ચે ...... બળ લાગે. ( અપાકર્ષણ, આકર્ષણ યોગ્ય શબ્દ લખો. )

$a $ ત્રિજયાવાળી રીંગના કેન્દ્ર પર $B $ ચુંબકીયક્ષેત્રનું ઉદ્‍ગમ સ્થાન છે.તે રીંગની ત્રિજયાવર્તી દિશામાં છે.તો રીંગ પર કેટલું બળ લાગશે?

$0.5 \,m $ લંબાઇના સુરેખ વાહક તારમાં $1.2 \,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $2\,T$ તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. તાર પર લાગતું બળ ($N$ માં) કેટલું હશે?

  • [AIPMT 1992]