બિંદુવતુ ધન વિધુતભારના વિધુતક્ષેત્રમાં $\mathrm{r}$ અંતરે વિધુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊગમબિંદુએ બિદુવત્ ધન વિદ્યુતભાર $Q$ મૂકેલો છે અને ઊગમબિંદુથી $r$ સ્થાનસદિશ ધરાવતું બિંદુ $P$ છે.

ધારોકે પરીક્ષણ ધન વિદ્યુતભારને અંનત અંતરેથી અપાકર્ષણ બળની વિરુદ્ધમાં ગતિ કરાવીને $P$ બિંદુએ લાવતાં બાહ્ય બળ વડે થતું કાર્ય ધન છે જે આકૃતિમાં એક સગવડભર્યા માર્ગ પર બતાવ્યું છે.

આ માર્ગ પરના $P'$ જેવાં બિંદુ પાસે એક્મ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ,

$F =\frac{k Q \times 1}{\left(r^{\prime}\right)^{2}} \hat{r}^{\prime}\dots(1)$

(જ્યાં એકમ ધન પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય $1$

$r^{\prime}$ એ $P ^{\prime}$ નું ઊદગમબિંદુથી અંતર

$r^{\prime}$ થી $r^{\prime}+\Delta r^{\prime}$ સુધીના સ્થાનાંતરમાં આ બળ વિરુદ્ધ થતું કાર્ય,

$\Delta W =-\frac{k Q }{\left(r^{\prime}\right)^{2}} \cdot \Delta r^{\prime} \quad \ldots(2) \quad[ W = F r \cos \theta$ પરથી $]$

સૂર્યમાં $\Delta r^{\prime}<0$ હોવાથી $\Delta W >0$ મળે.

એક્મ ધન પરીક્ષણ વિદ્યુતભારને અનંતથી $r$ અંતરે લાવત્તાં થતું કુલ કાર્ય $r^{\prime}=\infty$ થી $r^{\prime}=r$ સુધી સંકલન કરવાથી મળે છે.

$\therefore W =-\int_{\infty}^{r} \frac{k Q }{\left(r^{\prime}\right)^{2}} \cdot d r^{\prime} \quad\left[\lim _{\Delta r^{\prime} \rightarrow 0}=d r^{\prime}\right]$

$\therefore W =-k Q \left[-\frac{1}{r^{\prime}}\right]_{\infty}^{r}=\frac{k Q }{r}$

$\therefore W =\frac{ Q }{4 \pi \in_{0} r}$

Similar Questions

${{\rm{R}}_1}$ અને ${{\rm{R}}_2}$ $\left( {{{\rm{R}}_1} > {{\rm{R}}_2}} \right)$ ત્રિજ્યાવાળા બે વાહક ગોળાઓ વિચારો. જો બંને ગોળાઓ સમાન સ્થિતિમાને હોય, તો નાના ગોળાઓ પરના વિધુતભાર કરતાં મોટા ગોળા પર વધુ વિધુતભાર હોય. મોટા ગોળા કરતાં નાના ગોળા પર વિધુતભારની પૃષ્ઠ ઘનતા વધારે હોય કે ઓછી તે જણાવો.

રેખીય વિધુતભારથી ઘનતા $\lambda $ અને ${{r_0}}$ બિજ્યા ધરાવતા અનંત નળાકાર માટે સમસ્થિતિમાનનું સમીકરણ શોધો.

$0.4\,m$ ત્રિજયાવાળા વર્તુળના કેન્દ્ર $O$ પર વોલ્ટેજ કેટલો થાય?

અણુના ન્યુક્લિયસ $(Z = 50),$ ની ત્રિજ્યા $9 \times  10^{-13}\ m,$ તો તેના પૃષ્ઠ પરનું સ્થિતિમાન ....... હશે.

બે વિદ્યુતભારીત ધાતુના ગોળા $S_{1}$ અને $\mathrm{S}_{2}$ જેની ત્રિજયા $\mathrm{R}_{1}$ અને $\mathrm{R}_{2}$ છે.$S_1$ ગોળાને $E_1$ અને $S_2$ ગોળાને $E_2$ વિદ્યુતક્ષેત્રમાં એવે રીતે મૂકવામાં આવે છે કે જેથી $\mathrm{E}_{1} / \mathrm{E}_{2}=\mathrm{R}_{1} / \mathrm{R}_{2} $ થાય. બંને ગોળા પરના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર $\frac{V_1}{V_2}$ કેટલો થાય?

  • [JEE MAIN 2020]