(N/A) ઢળતા વર્તુળાકાર રસ્તા પર વાહનનો વેગ નીચે મુજબના સામાન્ય સૂત્ર દ્વારા આપવામાં આવે છે:
$v = \left[ r g \left( \frac{\mu_{s} + \tan \theta}{1 - \mu_{s} \tan \theta} \right) \right]^{\frac{1}{2}}$
ઇષ્ટતમ ઝડપ માટે,આપણે ધારીએ છીએ કે રસ્તાની સપાટી લીસી છે,એટલે કે સ્થિત ઘર્ષણાંક $\mu_{s} = 0$ છે.
સમીકરણમાં $\mu_{s} = 0$ મૂકતા:
$v_{0} = \left[ r g \left( \frac{0 + \tan \theta}{1 - 0 \cdot \tan \theta} \right) \right]^{\frac{1}{2}}$
$v_{0} = \sqrt{r g \tan \theta}$
આ ઝડપે,લંબબળનો સમક્ષિતિજ ઘટક જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે,અને કોઈ પણ ઘર્ષણ બળની જરૂર પડતી નથી. ઢળતા રસ્તા પર આ ઝડપે વાહન ચલાવવાથી ટાયરનો ઘસારો ન્યૂનતમ થાય છે. આ ચોક્કસ વેગ $v_{0}$ ને ઇષ્ટતમ ઝડપ કહેવામાં આવે છે.