અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિની વ્યાખ્યા આપી તેના ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અદિશ ભૌતિક રાશિ : જે ભૌતિક રાશિનાં વર્ણન માટે માત્ર માન (મૂલ્ય)ની જ જરૂર પડે છે (દિશાની નહી) તો તેવી ભૌતિક રાશિને અદિશ ભૌતિક રાશિ કહે છે.

દા.ત. : દળ, અંતર, સમય, ઘનતા, તાપમાન, દબાણ, ઝડપ, કાર્ય, પાવર વગેરે.

સદિશ ભૌતિક રાશિ : જે ભૌતિક રાશિની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તેમના માન (મૂલ્ય) ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય, તેવી રાશિઓને સદિશ ભૌતિક રાશિઓ કહે છે.

દા.ત. : સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે.

Similar Questions

નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું :

$(a)$ કોઈ સદિશનું મૂલ્ય હંમેશાં અદિશ હોય છે.

$(b)$ કોઈ સદિશનો દરેક ઘટક હંમેશાં અદિશ હોય છે.

$(c)$ કોઈ કણ દ્વારા કરાયેલ અંતરની કુલ પથલંબાઈ હંમેશાં સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે.

$(d)$ કોઈ કણની સરેરાશ ઝડપ (કુલ પથલંબાઈ ભાગ્યા તે પથ કાપવા લાગેલો સમય) સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે.

$(e)$ ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી.

વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. 

નીચે પૈકી કઈ રાશિ સદીશ છે.

સદિશ એટલે શું ? તેને આકૃતિ દ્વારા કેવી રીતે દર્શાવી શકાય ? 

કોણીય વેગમાન એ