સદિશ એટલે શું ? તેને આકૃતિ દ્વારા કેવી રીતે દર્શાવી શકાય ?
તીરવાળા રેખાખંડને સદિશ કહે છે.
રેખાખંડના તીરવાળા છેડાને સદિશનું શીર્ષ અને બીજા છેડાને સદિશને પુચ્છ કહે છે. સદિશની લંબાઈ સદિશ ભૌતિક રાશિના મૂલ્યને અનુરૂપ દર્શાવાય છે.
તીરનું ચિહ્ફ ભૌતિક રાશિની દિશા દર્શાવે છે.
દા.ત. : $4 N$ નું બળ પૂર્વ દિશામાં લાગે છે. આ બાબતને સદિશ સ્વરૂપે દર્શાવવી છે. $1 N$ બળને અનુરૂપ $1 cm$ લાંબો સદિશ દર્શાવીશું. આ પ્રમાણમાપ અનુસાર $4 N$ બળને દર્શાવવા માટે $4 cm$ લાંબો સદિશ પૂર્વ દિશામાં દર્શાવાય છે.
કોણીય વેગમાન એ
$|2\hat i\,\, - \,\,\hat j\,\, - \,\,5\hat k|\,\,$ સદીશનું મૂલ્ય ..... થાય
યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ પર રહેલા સ્થિર કણ પર ચાર બળો લાગે છે. $\overrightarrow {{F_1}\,} = \,3\widehat i - \widehat j + 9\widehat k$ , $\overrightarrow {{F_2}} \, = \,2\widehat i - 2\widehat j + 16\widehat k$, $\overrightarrow {{F_3}\,} = 9\widehat i + \widehat j + 18\widehat k$ અને $\overrightarrow {{F_4}} \, = \,\widehat i + 2\widehat j - 18\widehat k$ તો આ બળોની અસર નીચે કણ કયા સમતલમાં ખસશે ?
નીચે આપેલ યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો : બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુતપ્રવાહ, રેખીય વેગમાન, વિધુતક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાકમાત્રા, સાપેક્ષ વેગ
વાસ્તવિક સંખ્યા વડે સદિશોના ગુણાકારનો અર્થ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.