એક સાદું લોલક વિચારો જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને તે ગુરુત્વબળની અસર હેઠળ દોલનો કરે છે. ધારો કે સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ તેની લંબાઈ $(I)$, ગોળાનાં દળ $(m)$, ગુરુત્વપ્રવેગ $(g)$ પર આધારીત છે. તો પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવો.
આવર્તકાળ $T$ નો આધાર ભૌતિકરાશિઓ $l$ , $g$ અને $m$ પર છે જેને ગુણાકાર સ્વરૂપે નીચે મુજબ લખી શકાય :
$T=k l^{x} g^{y} m^{z}$ જ્યાં $k =$ પરિમાણરહિત અચળાંક અને $x, y$ અને $z$ ઘાતાંક છે. બંને બાજુનાં પરિમાણો લેતાં
$\left[ {{L^0}{M^0}{T^1}} \right] = {\left[ {{L^1}} \right]^x}{\left[ {{L^1}{T^{ - 2}}} \right]^y}{\left[ {{M^1}} \right]^z}$
$= L ^{x+y} T ^{-2 y} M ^{z}$
બંને બાજુ પરિમાણોની સરખામણી કરતાં
$x+y=0 ;-2 y=1 $ અને $z=0$
આથી, $x=\frac{1}{2}, y=-\frac{1}{2}, z=0$
આમ, $T=k l^{1 / 2} g^{-1 / 2}$ અથવા $T=k \sqrt{\frac{l}{g}}$
અહીં નોંધો કે અચળાંક $k$ નું મૂલ્ય પરિમાણની રીતે મેળવી શકાતું નથી. અહીં સમીકરણની જમણી બાજુએ કોઈ અંકનો ગુણાકાર કરવામાં કોઈ જ વાંધો નથી. કારણ કે પરિમાણ પર કોઈ જ અસર કરતો નથી. વાસ્તવમાં,
$k=2 \pi$ તેથી $T=2 \pi \sqrt{\frac{l}{g}}$
પારિમાણિક વિશ્લેષણનો પાયો કોના દ્વારા નાખવામાં આવ્યો હતો?
$y = pq$ $tan\,(qt)$ સૂત્રમાં $y$ સ્થાન દર્શાવે જ્યારે $p$ અને $q$ કોઈ અજ્ઞાત રાશિ અને $t$ સમય છે. તો $p$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
સુવાહક તારમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં ઉદ્ભવતી ઉષ્મા-ઊર્જા, તારમાંથી પસાર થતાં વિધુતપ્રવાહ $I$, તારના અવરોધ $R$ અને વિધુતપ્રવાહ પસાર થવાના સમય $t$ પર આધાર રાખે છે. આ હકીકતનો ઉપયોગ કરી ઉષ્મા - ઉર્જાનું સૂત્ર મેળવો.