બહુપદી $q(t)=4 t^{3}+4 t^{2}-t-1$ એ $2t+1$ ની ગુણિત છે કે નહીં તે ચકાસો.
તમે જાણો છો કે જો $q(t)$ ને $2t + 1$ વડે ભાગીએ અને શેષ $0$ મળે તો $q(t)$ એ $2t+1$ ની ગુણિત થાય.
તેથી $2t+1=0$ લેતા, $t=-\frac{1}{2}$
$q\left(-\frac{1}{2}\right)=4\left(-\frac{1}{2}\right)^{3}+4\left(-\frac{1}{2}\right)^{2}-\left(-\frac{1}{2}\right)-1=-\frac{1}{2}+1+\frac{1}{2}-1=0$
તેથી $q(t)$ ને $2t+1$ વડે ભાગતાં મળતી શેષ $=0$.
તેથી $2t+1$ એ બહુપદી $q(t)$ નો એક અવયવ છે. એટલે કે $q(t)$ એ $2t+1$ નો ગુણિત છે.
અવયવ પાડો : $4 x^{2}+y^{2}+z^{2}-4 x y-2 y z+4 x z$.
નીચે આપેલ બહુપદીનો અવયવ $(x + 1)$ છે તે નક્કી કરો : $x^{3}-x^{2}-(2+\sqrt{2}) x+\sqrt{2}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $\left(y^{2}+\frac{3}{2}\right)\left(y^{2}-\frac{3}{2}\right)$
અવયવ પાડો : $8 x^{3}+y^{3}+27 z^{3}-18 x y z$
જો $x-1$ એ $4 x^{3}+3 x^{2}-4 x+k$ નો અવયવ હોય તો $k$ ની કિંમત શોધો.