કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિનો આરંભ કરતાં પહેલાં $2 \,s$ માં $20\, m$ અને ત્યારપછીની $4\, s$ માં $160\, m$ ગતિ કરે છે, તો પ્રારંભથી $7\, s$ બાદ તેનો વેગ શોધો.
$s_{1}=u t+\frac{1}{2} a t^{2}$ અથવા $20=0+\frac{1}{2} a(2)^{2}$ અથવા $a=10 \,ms ^{-1}$
$v=u+a t=0+(10 \times 2)=20\, ms ^{-1}$
$s_{2}=160=u t^{\prime}+\frac{1}{2} a^{\prime}\left(t^{\prime}\right)^{2}=(20 \times 4)+\left(\frac{1}{2} a^{\prime} \times 16\right) \Rightarrow a^{\prime}=10 \,ms ^{-2}$
અહી, પ્રવેગ સમાન છે, તેથી $v'=0+(10 \times 7)=70 \,ms ^{-1}$
ચાર મોટરકાર $A, B, C$ અને $D$ સમથળ રોડ પર ગતિ કરી રહી છે. આકૃતિમાં તેમનો અંતર $(s)$ $\to $ સમય $(t)$ નો આલેખ દર્શાવ્યો છે, તો આલેખ પરથી નીચેનામાંથી સાચું વિધાનું પસંદ કરો :
વેગ $(v) $ $\to $ સમય $(t)$ ના આલેખનો ઢાળ ............ આપે છે.
અચળ પ્રવેગી ગતિ કરતાં કોઈ પદાર્થ માટે ચોથી $(4^{th})$ અને પાંચમી $(5^{th})$ સેકન્ડના અંતરાલ દરમિયાન કાપેલા અંતર માટે સંબંધ મેળવો.
$v -t$ ના આલેખમાં અક્ષ સાથે ઘેરાતા બંધ વિસ્તારનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક -રાશિનો એકમ કયો થાય ?
એક પદાર્થ $150 \,m $ ઊંચાઈ પર સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. તે જ સમયે અન્ય એક પદાર્થને તે જ રીતે $100 \,m$ ની ઊંચાઈએથી છોડવામાં આવે છે. આ બંને કિસ્સામાં જો પ્રવેગ સમાન હોય, તો $2\, s$ બાદ તેમની ઊંચાઈઓમાં શું તફાવત હશે ?