ચાર મોટરકાર $A, B, C$ અને $D$ સમથળ રોડ પર ગતિ કરી રહી છે. આકૃતિમાં તેમનો અંતર $(s)$ $\to $ સમય $(t)$ નો આલેખ દર્શાવ્યો છે, તો આલેખ પરથી નીચેનામાંથી સાચું વિધાનું પસંદ કરો :

1151-8(a)

  • A

    કાર $A$ ની ઝડપ કાર $D$ કરતાં વધુ છે.

  • B

    કાર $C $ ની ગતિ સૌથી ધીમી છે. 

  • C

    કાર $D$ એ કાર $C$ કરતાં વધુ ઝડપી છે.

  • D

    કાર $B$ ની ઝડપ સૌથી ઓછી છે.

Similar Questions

એક પથ્થર શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકતાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી ત્યાંથી પાછો નીચે આવે છે, તો તેની ગતિ માટે વેગ-સમયનો આલેખ દર્શાવો.

એક કાર સ્થિર સ્થિતિથી શરૂ કરી અક્ષને સમાંતર $ 8\,s $ સુધી $5\, ms^{-2}$ ના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ કાર નિયમિત વેગથી ગતિ કરે છે, તો સ્થિર સ્થિતિથી શરૂ કરી ગતિની શરૂઆત બાદ $12\, s$ માં આ કાર કેટલું અંતર કાપશે ?

કોઈ ગતિમાન પદાર્થનું નિયત સમયમાં સ્થાનાંતર શૂન્ય છે, તો આ પદાર્થે કાપેલ અંતર પણ શૂન્ય થશે ? તમારો ઉત્તર કારણ આપી સમજાવો.

અહીં દર્શાવેલ કયા પ્રકારની ગતિમાં કાપેલ અંતર અને સ્થાનાંતરનાં મૂલ્યો સમાન મળે છે ?

અહીં દર્શાવેલ $v \to t$ ના આલેખ પરથી પદાર્થની ગતિ માટે શું અનુમાન કરી શકાય ?