એક પદાર્થ $150 \,m $ ઊંચાઈ પર સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. તે જ સમયે અન્ય એક પદાર્થને તે જ રીતે $100 \,m$ ની ઊંચાઈએથી છોડવામાં આવે છે. આ બંને કિસ્સામાં જો પ્રવેગ સમાન હોય, તો $2\, s$ બાદ તેમની ઊંચાઈઓમાં શું તફાવત હશે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પદાર્થોની પ્રારંભિક સ્થિતિમાં ઊંચાઈનો તફાવત $=(150-100) \,m =50 \,m$

પહેલા પદાર્થ દ્વારા $2s $માં કાપેલ અંતર $2 \,s=h_{1}=0+\frac{1}{2}\, g(2)^{2}=2\, g$

બીજા પદાર્થ દ્વારા $2s$ માં કાપેલ અંતર $2 \,s=h_{2}=0+\frac{1}{2} \,g(2)^{2}=2 \,g$

$2s$ બાદ પહેલા પદાર્થની સ્થિત ઊંચાઈ  $= h _{1}^{\prime}=150-2\, g$

$2s$ બાદ બીજા પદાર્થની સ્થિત ઊંચાઈ $= h _{2}^{\prime}=100-2\, g$

આમ, $2s$ બાદ બંને પદાર્થોની ઊંચાઈઓમાં તફાવત, $=150-2\, g -(100-2\, g )$

$=50 \,m $

આમ, પ્રવેગ સમાન હોય ત્યારે સમયની સાપેક્ષે ગતિમાન પદાર્થોની ઊંચાઈમાં ફેરફાર થતો નથી. 

Similar Questions

એક પદાર્થને પ્રારંભિક વેગ $‘u'$ થી શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો તે પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ $h =$ ......

એક છોકરી સુરેખ પથ પર ગતિ કરીને એક પત્ર પૉસ્ટ બૉક્સમાં પૉસ્ટ કરીને, તે જ પથ પર પાછી પોતાના મૂળ સ્થાન પર આવે છે. તેનો સ્થાનાંતર $\to $ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આ જ ગતિ માટે વેગ $\to $ સમયનો આલેખ દોરો. 

અચળ પ્રવેગી ગતિ કરતાં કોઈ પદાર્થ માટે ચોથી $(4^{th})$ અને પાંચમી $(5^{th})$ સેકન્ડના અંતરાલ દરમિયાન કાપેલા અંતર માટે સંબંધ મેળવો. 

નીચેનામાંથી કયો આલેખ સાચી રીતે ગતિમાન પદાર્થની નિયમિત ગતિ દર્શાવે છે : 

કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિનો આરંભ કરતાં પહેલાં $2 \,s$ માં $20\, m$ અને ત્યારપછીની $4\, s$ માં $160\, m$ ગતિ કરે છે, તો પ્રારંભથી $7\, s$ બાદ તેનો વેગ શોધો.