(N/A) અંતર્ગોળ અરીસો એ અભિસારી અરીસો છે. તેની કેન્દ્રલંબાઈ $f = 20 \, cm$ છે.
શરૂઆતમાં,વસ્તુ $25 \, cm$ પર છે,જે વક્રતાકેન્દ્ર $(C = 40 \, cm)$ અને મુખ્ય કેન્દ્ર $(F = 20 \, cm)$ ની વચ્ચે છે. આ સ્થિતિમાં,પ્રતિબિંબ વાસ્તવિક,ઉલટું અને વિવર્ધિત મળે છે,જે વક્રતાકેન્દ્રની પાછળ રચાય છે.
જેમ જેમ વસ્તુને $25 \, cm$ થી $20 \, cm$ (મુખ્ય કેન્દ્ર) તરફ લાવવામાં આવે છે,તેમ પ્રતિબિંબ અરીસાથી દૂર ખસે છે અને તેનું કદ વધતું જાય છે.
જ્યારે વસ્તુ મુખ્ય કેન્દ્ર પર હોય છે,ત્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે.
જ્યારે વસ્તુને $20 \, cm$ થી $15 \, cm$ પર લાવવામાં આવે છે,ત્યારે તે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે આવી જાય છે.
આ નવી સ્થિતિમાં,પ્રતિબિંબ આભાસી,ચત્તું અને વિવર્ધિત બને છે,અને તે અરીસાની પાછળ રચાય છે.