$60\,cm \times 50\,cm \times 20\,cm$ પરિમાણ ધરાવતા બરફના ટુકડાને $1\,cm$ જાડાઈ ધરાવતા ઇન્સ્યુલેશન બોક્સમાં મૂકવામાં આવે છે. બરફના ટુકડાને $0^{\circ}C$ તાપમાને રાખતું આ બોક્સ $40^{\circ}C$ તાપમાન ધરાવતા રૂમમાં લાવવામાં આવે છે. બરફના ઓગળવાનો દર આશરે કેટલો હશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા $3.4 \times 10^{5}\,J\,kg^{-1}$ છે અને ઇન્સ્યુલેશન દીવાલની ઉષ્મા વાહકતા $0.05\,W\,m^{-1\circ}C^{-1}$ છે.)

  • A
    $61 \times 10^{-1}\,kg\,s^{-1}$
  • B
    $61 \times 10^{-5}\,kg\,s^{-1}$
  • C
    $208\,kg\,s^{-1}$
  • D
    $30 \times 10^{-5}\,kg\,s^{-1}$

Explore More

Similar Questions

બે સ્તરની ભઠ્ઠીની દીવાલના દરેક સ્તરમાં તાપમાનનો ઘટાડો આકૃતિમાં દર્શાવેલ છે. ધારો કે બાહ્ય તાપમાન $T_1$ અને $T_3$ અચળ રાખવામાં આવે છે અને $T_1 > T_3$ છે. જો સ્તરોની જાડાઈ $x_1$ અને $x_2$ સમાન હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બે સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. સળિયા સમાન લંબાઈ અને સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવે છે. સ્થાયી અવસ્થામાં,સંપર્ક સપાટીનું તાપમાન $(\theta)$ ........ $^oC$ હશે.

Difficult
View Solution

સમાન દ્રવ્ય અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પરંતુ $10\, cm, 20\, cm$ અને $30\, cm$ લંબાઈના ત્રણ સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. જંકશનનું તાપમાન ......... $^oC$ છે.

Difficult
View Solution

$10 \ cm$ લંબાઈ અને $100 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના સળિયામાંથી $4000 \ J/s$ ઉષ્માનું વહન કરવાનું છે. તાંબાની ઉષ્મા વાહકતા $400 \ W/m \cdot ^\circ C$ છે. સળિયાના બંને છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત ............. $^\circ C$ રાખવો પડશે.

Difficult
View Solution

સ્થાયી અવસ્થામાં,$20\,cm$ લાંબા સળિયા $AB$ ના છેડા $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $100\,^{\circ}C$ અને $0\,^{\circ}C$ છે. $A$ થી $9\,cm$ દૂર આવેલા બિંદુ $C$ નું તાપમાન ....... $^{\circ}C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo