માપનની ચોકસાઈ કોના પર આધાર રાખે છે?
પ્રતિશત ત્રુટિ
નિરપેક્ષ ત્રુટિ
બંને
એક પણ નહિ
સાદા લોલકના પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ $g$ ના માપન માટેના $20$ અવલોકન $1\, s$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. તેના સમયના માપનનું સરેરાશ મૂલ્ય $30\,s$ મળે છે. લોલકની લંબાઈ $1\, mm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટરપટ્ટી વડે માપતા $55.0\,cm$ મળે છે. $g$ ના માપનમા ........... $\%$ ત્રુટિ હશે.
વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહ માટે અવરોધ, પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રૂટિ અનુક્રમે $1\%$, $2\%$ અને $3 \%$ છે. વિખેરીત થતી ઉષ્માના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી $.........\%$ થશે.
જો વર્તૂળના માપેલા વ્યાસમાં $4\% $ જેટલી ત્રુટિ હોય તો વર્તૂળના પરિઘમાં ત્રુટિ ........... $\%$ હશે .
ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ભેદ સમજાવો.
જ્યારે તાંબાના ગોળાને ગરમ કરવામાં આવે છે ત્યારે અવલોકનમાં મહત્તમ પ્રતિશત ફેરફાર શેમાં જોવા મળશે ?