તાર પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $0.01\, m$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ અને વ્યાસ પહેલા કરતાં બમણા છે તેના પર $F$ બળ લગાવતા લંબાઈમાં થતો વધારો ______
$0.005 \,m$
$0.01\, m$
$0.02\, m$
$0.002\, m$
$1.0\, m$ લંબાઈ અને $0.50 \times 10^{-2}\, cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતાં નરમ સ્ટીલના તારને બે થાંભલાની વચ્ચે સમક્ષિતિજ દિશામાં સ્થિતિસ્થાપકતાની હદ (મર્યાદા)માં રહે તેમ ખેંચવામાં આવે છે. હવે તારના મધ્યબિંદુએ $100\, g$ દળ લટકાવવામાં આવે, તો તારનું મધ્યબિંદુ કેટલું નીચે આવશે ?
$2.0\, m$ લંબાઈના ત્રણ તાર વડે $15\, kg$ દળના દઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. ત્રણ પૈકી છેડાના બે તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય, તો તેમના વ્યાસના ગુણોત્તર શોધો.
નીચે આપેલ વિધાનો કાળજીપૂર્વક વાંચી કારણ સહિત તે સાચાં છે કે ખોટાં તે જણાવો :
$(a)$ રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો હોય છે.
$(b)$ ગૂંચળાનું ખેંચાણ (લંબાઈ વધારો) તેના આકાર મૉડ્યુલસ પરથી નક્કી થાય છે.
જો પદાર્થ માટે યંગ મોડ્યુલસ શૂન્ય હોય તો પદાર્થ કઈ અવસ્થામાં હોય ?
એક $15 \,kg$ દઢ પદાર્થને $2 \,m$ લાંબા ત્રણ તાર સાથે શ્રેણીમાં જોડેલ છે. વચ્ચેનો તાર સ્ટીલનો છે. તાંબાની સ્થિતીસ્થાપકતાનો યંગ મોડ્યુલસ $110 \times 10^9 \,N / m ^2$ અને $190 \times 10^9 \,N / m ^2$ છે. જો દરેક તાર સમાન તણાવમાં હોય તો તેના વ્યાસનો ગુણોત્તર.