બે વિજભાર ધરાવતી પ્લેટ વચ્ચે $\vec E$ જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. એક વિજભાર ધરાવતો કણ આ પ્લેટની વચ્ચે વિદ્યુતક્ષેત્ર $\vec E$ને લંબ રીતે દાખલ થાય છે. તો તે પ્લેટની વચ્ચે કેવા માર્ગે ગતિ કરશે?
સીધી રેખામાં
અતિવલય
પરવલય
વરતુળાકાર
ધારોકે સ્વાધ્યાયમાંનો કણ છે, $v_{x}=2.0 \times 10^{6} \;m \,s ^{-1}$ વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે. $0.5\, cm$ નું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું $E$, જો $9.1 \times 10^{2} \;N / C$ હોય તો ઇલેક્ટ્રૉન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? $\left(|e|=1.6 \times 10^{-19} \;C , m_{e}=9.1 \times 10^{-31}\; kg .\right)$
$\frac{q}{m}=2 \times 10^{11} \frac{C}{ kg }$ અને વેગ $\vec{v}_0=3 \times 10^7 \hat{i}\,m / s$ ધરાવતા ધન વીજભારિત કણોની કિરણાવલી $1.8 \hat{j}\,kV / m$ નાળા વિદ્યુતક્ષેત્ર વડે સ્થાનાંતર પામે છે. $x$ - અક્ષની દિશામાં $10\,cm$ ના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. વિદ્યુત ક્ષેત્રને લીધે $y$-દિશામાં વીજભારિત કણોનું સ્થાનાંતર $............mm$ થાય.
ઈલેકટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા છે. તેઓના પ્રવેગનો ગુણોત્તર ...... છે.
$m$ દળ અને $(-q)$ વિદ્યુતભાર ધરાવતો એક કણ બે વિદ્યુતભારિત પ્લેટોની વચ્ચે છે, વેગથી પ્રારંભમાં $x$ -અક્ષને સમાંતરે દાખલ થાય છે (આકૃતિ માં કણ- $1$ ની જેમ). દરેક પ્લેટની લંબાઈ $L$ છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુતક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન $q E L^{2} /\left(2 m v_{x}^{2}\right)$, છે. ધોરણ $XI$, ભૌતિકવિજ્ઞાન પાઠયપુસ્તકના પરિચ્છેદ માં ચર્ચલ પ્રક્ષિપ્ત પદાર્થની ગુરુત્વીય ક્ષેત્રમાંની ગતિ સાથે આ ગતિને સરખાવો.
વિદ્યુત બળ રેખાઓની દિશામાં તેના વેગ સાથે ઈલેકટ્રોન તેના વિદ્યુતક્ષેત્રમાં દાખલ થાય તો.......