$L$ લંબાઈના એેકરુપ દોરડાના નિચેના છેડે એક લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જે ઉપર તરફ જાય છે. દોરડું પસાર કરતા લાગતો સમય કેટલો હશે.
$\sqrt{\frac{L}{2 g}}$
$\sqrt{\frac{2 L}{g}}$
$\sqrt{\frac{L}{g}}$
$\sqrt{\frac{4 L}{g}}$
એક સ્ટીલના તારની લંબાઈ $12$ $m$ અને દળ $2.10$ $kg$ છે. જ્યારે તેના પર $2.06{\rm{ }} \times {10^4}$ $\mathrm{N}$ નું તણાવ લગાડવામાં આવે ત્યારે આ તારમાં લંબગત તરંગની ઝડપ કેટલી છે ?
$m_1$ દ્રવ્યમાન અને $ L$ લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે $m_2 $ દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર $\lambda_1 $ તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ $\lambda_2$ થાય છે. $\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
એક દોરી (બંને છેડે જડિત)નું લંબગત સ્થાનાંતર
$y(x, t)=0.06 \sin \left(\frac{2 \pi}{3} x\right) \cos (120 \pi t)$
પરથી મળે છે, જ્યાં $x$ અને $y$ $m$ માં અને $t$ $s$ માં છે. દોરીની લંબાઈ $1.5\, m$ અને દળ $3.0 \times 10^{-2}\, kg$ છે.
નીચેના ઉત્તર આપો :
$(a)$ આ વિધેય પ્રગામી તરંગ કે સ્થિત તરંગ રજૂ કરે છે ?
$(b)$ આ તરંગનું વિરુદ્ધ દિશામાં ગતિ કરતા બે તરંગોના સંપાતપણા તરીકે અર્થઘટન કરો. દરેક તરંગની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલા હશે ?
$(c)$ દોરીમાંનો તણાવ શોધો.
$9 \times 10^{-3} \,kg\, cm ^{-3}$ ઘનતા ધરાવતા તારને બે $1\, m$ દૂર રહેલા ક્લેમ્પ સાથે જડેલ છે. તારમાં પરિણામી વિકૃતિ $4.9 \times 10^{-4}$ હોય તો તારમાં લંબગત કંપનની નાનામાં નાની આવૃતિ કેટલા $HZ$ હશે? (જવાબ નજીકતમ પૂર્ણાંકમાં આપો)
(તારનો યંગ મોડ્યુલસ $Y =9 \times 10^{10}\, Nm ^{-2}$ )
ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર$.......$ હશે.