ઉષ્મિય રીતે અલગ કરેલા પાત્રમાં $0\,^oC$ તાપમાને $150\, g$ પાણી છે. પાત્રમાથી હવા સમોષ્મિ રીતે ખેચવામાં આવે છે.પાણીનો અમુક ભાગ બરફમાં અને બીજો ભાગ $0\,^oC$ વરાળમાં પરીવર્તન પામે તો વરાળમાં રૂપાંતરિત થતાં પાણીનું દળ ........ $g$ હશે? ( પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $= 2.10 \times10^6\, Jkg^{-1}$ અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા  $ = 3.36 \times10^5\,Jkg^{-1}$ )

  • [JEE MAIN 2019]
  • A

    $35$

  • B

    $150$

  • C

    $130$

  • D

    $20$

Similar Questions

અલગ કરેલું તંત્ર કોને કહે છે ?

એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?

  • [AIIMS 1998]

$- 10°C$ તાપમાને રહેલ બરફને $100°C$ તાપમાને વરાળમાં રૂપાંતર કરવા માટેનો ગ્રાફ .....

  • [IIT 2000]

યોગ્ય જોડકા જોડો :

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પદાર્થના પ્રવાહી-વાયુ સ્વરૂપનું સહઅસ્તિત્ત્વ $(i)$ સબ્લિમેશન વક્ર
$(b)$ પદાર્થના ઘન-વાયુ સ્વરૂપનું  સહઅસ્તિત્ત્વ $(ii)$ ફ્યુઝન વક્ર
    $(iii)$ બાષ્પીકરણ વક્ર

$101\, ^oF$ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટિપાઇરિન (તાવ ઘટાડવા માટેની દવા) આપવામાં આવે છે. જેને કારણે તેના શરીરમાં પરસેવાનો બાષ્પાયનો સરેરાશ દર વધે છે. જો $20$ મિનિટમાં તાવ $98\,^oF$ સુધી નીચે આવી જાય છે તો દવા દ્વારા થતાં વધારાના બાષ્પાયનનો દર કેટલો હશે? એમ સ્વીકારો કે ઉષ્માવ્યયનો એકમાત્ર રસ્તો બાષ્પાયન છે. બાળકનું દ્રવ્યમાન $30\, kg$ છે. માનવશરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા આશરે પાણીની ઉષ્માધારિતા જેટલી જ છે. આ તાપમાને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $580\, cal\, g^{-1}$ છે.