એક વિદ્યાર્થી એ લઘુત્તમ માપ શક્તિ $0.001\, cm$ ધરાવતા સ્ક્રૂ ગેજની મદદથી તારનો વ્યાસ માપ્યો અને બધા માપન નોંધ્યા. તો માપેલ મૂલ્ય નીચેમાથી કયું હોય શકે?
$5.3200\,cm$
$5.3\,cm$
$5.32\,cm$
$5.320\,cm$
વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલનો $N$ મો કાપો ગૌણ સ્કેલના $(N + 1 )$ માં કાપા સાથે એકરૂપ થાય છે. જો મુખ્ય સ્કેલના દરેક કાપા $a$ એકમ હોય, તો સાધનની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય?
એક પ્રયોગમાં કોઈ એક સાધન વડે ખૂણો માપવામાં આવે છે. સાધનના મુખ્ય સ્કેલના $29$ કાપા એ વર્નિયર સ્કેલના $30$ કાપા સાથે સંપાત થાય છે. જો મુખ્ય સ્કેલના નાનામાં નાનો કાપો અડધા અંશનો ($=0.5^o$) હોય, તો સાધનની લઘુત્તમ માપશક્તિ કેટલી હશે?
વિધાન $A:$ જો વર્તુળાકાર સ્કેલ પરના પાંચ પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રૂ ગેજના મુખ્ય સ્કેલ પર કપાયેલ અંતર $5\, {mm}$ અને વર્તુળાકાર સ્કેલ પર કુલ કાપા $50$ હોય તો તેની લઘુત્તમ માપશક્તિ $0.001\, {cm}$ છે.
કારણ $R:$ લઘુત્તમ માપશક્તિ = પિચ/ વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપા
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
સ્ક્રૂગેજની મદદથી તાર માટે વ્યાસ માપતી વખતે નીચે મુજબના અવલોકન મળે છે.
મુખ્ય સ્કેલ પરનું અવલોકન $=1 \mathrm{~mm}$.
વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન $=42$ વિભાગો
સ્ક્રૂગેજ માટે પીચનું મૂલ્ય $1 \mathrm{~mm}$ અને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર $100$ વિભાગો છે. તારનો વ્યાસ $\frac{x}{50} m m$ મળે છે. $x$ નું મૂલ્ય. . . . . હશે.
વર્નિયર કેલીપર્સમાં બંને જડબા બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો ડાબી બાજુ ખસે છે અને તેનો $4$ (ચોથો) વિભાગ મુખ્ય સ્કેલ પરના કોઈ વિભાગ સાથે બંધ બેસતો આવે છે. જો વર્નિયર સ્કેલના $50$ વિભાગો મૂખ્ય સ્કેલના $49$ વિભાગો બરાબર થાય અને અવલોકનમાં શૂન્ય ત્રુટિ $0.04 \mathrm{~mm}$ હોય તો મુખ્ય સ્કેલનાt $1 \mathrm{~cm}$ માં કેટલા વિભાગ હશે ?