એક $m$ દળનો ઉપગ્રહ $A$ પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે છે. બીજો $2m$ દળનો ઉપગ્રહ $B$ પૃથ્વીના કેન્દ્રથી $2r$ અંતરે છે. તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?
$1:2$
$1:16$
$1:32$
$1:2\sqrt 2 $
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું મહત્તમ અને ન્યૂનતમ અંતર $r_1 $ અને $r_2$ છે, જ્યારે તે સૂર્યથી દોરેલી ભ્રમણકક્ષાના મુખ્ય અક્ષને લંબ પર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર કેટલું હશે?
પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા એક કૃત્રિમ ઉપગ્રહનું દળ $500\ kg$ છે. તેનો ક્ષેત્રીય વેગ $ 4\times10^4\ m^2s^{-1}$ હોય, તો તેનું કોણીય વેગમાન શોધો.
પૃથ્વીની ફરતે ફરતા ઉપગ્રહની સાપેક્ષ અનિશ્ચિતતા $10^{-2}$ છે.જો ભ્રમણ કક્ષાની ત્રિજ્યાની સાપેક્ષ અનિશ્ચિતતા નહિવત હોય તો પૃથ્વીના દળમાં સાપેક્ષ અનિશ્ચિતતા કેટલી હશે?
સમાન દળનાં બે ઉપગ્રહો પૃથ્વીની આસપાસ વિવિધ અર્ધ દીર્ધ અક્ષ ધરાવતી દીર્ધવૃત્તિય કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે. જો તેમનો પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને કોણીય વેગમાનનો ગુણોત્તર $3: 4$ હોય, તો તેમની ક્ષેત્રીય વેગ નો ગુણોત્તર કેટલો છે ?
ગ્રહોની ગતિ માટે કેપ્લરનો આવર્તકાળનો નિયમ (કેપ્લરનો ત્રીજો નિયમ) લખો.