$\alpha {/^o}C$ રેખીય પ્રસરણાંક ધરાવતી ધાતુમાંથી $L$ લંબાઈ અને $A$ આડછેદ ધરાવતા એક ધાતુના સળીયાને ઓરડાના તાપમાને બનાવવામાં આવે છે. એવું જોવા મળ્યું કે જ્યારે સળીયાના બન્ને છેડા પર બાહ્ય દબનીય બળ $F$ લગાવી તેનું તાપમાન $\Delta T\, K$ કેલ્વિન જેટલું વધારવામાં આવે તો પણ સળીયાની લંબાઇમાં કોઇ ફેરફાર થતો નથી.આ ધાતુ માટે યંગ મોડ્યુલસ $Y$ કેટલો હશે?

  • [JEE MAIN 2019]
  • A

    $\frac{F}{{A\alpha \,\Delta T}}$

  • B

    $\frac{F}{{A\alpha \,\left( {\Delta T - 273} \right)}}$

  • C

    $\frac{F}{{2A\,\alpha \,\Delta T}}$

  • D

    $\frac{2F}{{A\,\alpha \,\Delta T}}$

Similar Questions

બે ધાત્વીય તાર $P$ અને $Q$ સમાન કદ ધરાવે છે અને તેઓ સમાન દ્રવ્યનાં બનેલા છે. જો તેમના આડછેદોનો ગુણોત્તર $4: 1$ હોય અને $P$ પર $F_1$ બળ લાગવતાં $\Delta l$ જેટલી લંબઈમાં વધારો થાય છે તો $Q$ માં સમાન વધારો ઉત્પન કરવામાં માટે જરૂરી બળ $F_2 $છે. The value of $\frac{F_1}{F_2}$ is_________થશે.

  • [JEE MAIN 2024]

સસ્પેન્સન પ્રકારના કોઈલ ગેલવેનોમીટર માં ક્વાર્ટઝ સસ્પેન્સન વાપરવામાં આવે છે કારણ કે ...

દ્રવ્યોની સ્થિતિસ્થાપક વર્તણૂકનો ઉપયોગ સમજાવતું ક્રેઈનનું ઉદાહરણ સમજાવો. 

વંકન એટલે શું ? વંકનની સમસ્યાનું નિરાકરણ કેવી રીતે કરશો ?

$Y$ યંગ મોડયુલસ ધરાવતા તારમાં પ્રતિબળ $S$ છે,તો એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?

  • [AIIMS 1997]