બિંદુ $P$ એ રેખા $2x -3y + 4 = 0$ પર આવેલ છે. જો $Q(1, 4)$ અને $R(3, -2)$ એ નિશ્ચિત બિંદુઓ હોય તો $\Delta PQR$ નું મધ્યકેન્દ્ર આવેલ હોય તે રેખા માટે નીચેનામાંથી શું સાચું છે ?
ઢાળ $\frac{3}{2}$ હોય
$x-$અક્ષને સમાંતર હોય
ઢાળ $\frac{2}{3}$ હોય
$y-$ અક્ષને સમાંતર હોય
ધારોકે સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બે સંલગ્ન બાજુઓના સમીકરણો $2 x-3 y=-23$ અને $5 x+4 y=23$ છે.જો તેના એક વિકર્ણ $AC$નું સમીકરણ $3 x+7 y=23$ હોય અને બીજા વિકર્ણ થી $A$ નું અંતર $d$ હોય, તો $50 d ^2=........$
જો રેખા $3x + 3y -24 = 0$ એ $x-$ અક્ષને બિંદુ $A$ માં અને $y-$ અક્ષને બિંદુ $B$ માં છેદે તો ત્રિકોણ $OAB$ નું અંત:કેન્દ્ર મેળવો જ્યાં $O$ એ ઉંગમબિંદુ છે
રેખાઓ $x + 3y = 4$ અને $6x - 2y = 7$ સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ ના વિકર્ણ હોય, તો $PQRS$ શું હોય ?
ત્રિકોણ $PQR$ એ વર્તૂળ ${x^2} + {y^2} = 25$ ની અંદર આવેલ છે. જો બિંદુઓ $Q$ અને $R$ ના યામ અનુક્રમે $(3,4)$ અને $(-4, 3)$ હોય તો $\angle QPR$ મેળવો.
ત્રિકોણના બે શિરોબિંદુઓ $(5, - 1)$ અને $( - 2,3)$ હોય અને લંબકેન્દ્ર ઊગમબિંદુ હોય તો ત્રીજું શિરોબિંદુ મેળવો.