એક ઋણ વિદ્યુતભાર અવલોકનકર્તા તરફ આવી રહ્યો છે ? તેના દ્વારા ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? (અવલોકનકર્તાથી જોવાય તે રીતે)
ઘડિયાળના કાંટાની દિશામાં
ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં
વિદ્યુતભારની ગતિની દિશામાં
વિદ્યુતભારની ગતિની વિરુદ્ધ દિશામાં
એક ઈલેકટ્રોન ધન$-x$ અક્ષ પર ગતિ કરે છે.જો ઋણ $z-$અક્ષની સમાંતર દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો,
$A$. ઈલેકટ્રોન ધન$-y$ અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે.
$B$. ઈલેકટ્રોન ઋણ$-y$ અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે.
$C$. ઈલેકટ્રોન કોઈ પણ પ્રકારનું બળ ચુંબકીય ક્ષેત્રમાં અનુભવતું નથી.
$D$. ઇલેકટ્રોન ધન$-x$ અક્ષ પર સતત ગતિ કરશે.
$E$. ઈલેકટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથ પર ગતિ કરશે.
યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાથી પસંદ કરો:
સમાન ગતિઊર્જા ધરાવતો એક પ્રોટોન અને એક ડ્યુટેરોન $(q=+e, m=2.0 \mathrm{u})$ નિયમિત ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં $\vec{B}$ ને લંબરૂપે ગતિ $ક$ રે છે. ડ્યુટૅરેનનાં ગતિપથની ત્રિજ્યા $r_d$ અને પ્રોટોનમાં પથની ત્રિજ્યા $r_p$ નો ગુણોત્તર .......... છે.
$6 \times 10^{-4}\;T$ જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $3 \times 10^{7} \;m / s$ ની ઝડપથી ગતિ કરતા ઈલેક્ટ્રૉન (દ્રવ્યમાન $9 \times 10^{-31}\;kg$ અને વિદ્યુતભાર $1.6 \times 10^{-19} \;C )$ ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે ? તેની (પરિભ્રમણ) આવૃત્તિ કેટલી હશે ? તેની ઊર્જા $keV$ માં શોધો. ( $\left.1 \,eV =1.6 \times 10^{-19} \;J \right)$
એકમ દળ દીઠ વિદ્યુતભાર $\alpha$ ધરાવતો એક કાણ ઉદગમથી વેગ $\bar{v}=v_0 \hat{i}$ સાથે એકરૂપ ચુંબકીય ક્ષેત્ર $\bar{B}=-B_0 \hat{k}$ માં છોડવામાં આવે છે, જો કણ $(0, y, 0)$ માંથી પસાર થાય, તો $y$ બરાબર
$M$ દળ અને $q$ વિદ્યુતભાર અચળ વેગ $V$ થી ઘન $x$ - દિશામાં ગતિ કરે છે.અચળ ચુંબકીયક્ષેત્ર $B$, $x = a$ થી $x =b$ ૠણ $Z$ દિશામાં વિસ્તરેલ છે.તો $V$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે,કે તે $ x > b $ માં માત્ર દાખલ થાય?