એક સમતલ રસ્તા ઉપર $75 \,m$ ની ત્રિજ્યા ધરાવતો વળાંક છે. સરક્યા સિવાય વળાંક લઈ શકે તેવી કારની મહત્તમ ઝડપ $30\; m / s$ છે. હવે જો વળાંકની ત્રિજ્યા $48 \;m$ કરવામાં આવે અને પૈડા અને રસ્તા વચ્યે ધર્ષણાંક બદલાતો ના હોય તો મહત્તમ શક્ય ઝડપ............ $m / s$ થશે.
$24$
$22$
$26$
$28$
સિમેન્ટ, પત્થર અને રેતી ને ભ્રમણ કરતાં નળાકારીય ડ્રમ માં મિશ્ર કરવાથી કોંક્રિટ મિશ્રણ બને છે. જો ડ્રમ ખૂબ જ ઝડપથી ભ્રમણ કરે તો તેમાની સામગ્રી દીવાલ સાથે ચોંટી જાય છે અને સામગ્રી નું યોગ્ય મિશ્રણ બનતું નથી. તો યોગ્ય મિશ્રણ બનાવવા માટે ડ્રમ ની મહત્તમ ભ્રમણ ઝડપ કેટલી હોવી જોઈએ? (ડ્રમની ત્રિજ્યા $1.25\, m$ અને ધરી સમક્ષિતિજ ધારો)
નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં પદાર્થની ગતિની દિશા ઊલટાવવામાં આવે તો કેન્દ્રગામી બળની દિશા પર શું અસર થશે ?
$1\; m$ ત્રિજ્યાના એક પોલા નળાકાર પીપડાની અંદરની સપાટીના સંપર્કમાં $10 \;kg$ દ્રવ્યમાનનો એક બ્લોક છે. આ બ્લોક અને નળાકારની અંદરની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.1$ છે. જ્યારે આ નળાકાર શિરોલંબ હોય અને તેની અક્ષને સાપેક્ષે ફરતો હોય ત્યારે આ બ્લોકને સ્થિર રાખવા કેટલા કોણીય વેગની ($rad/s$ માં) જરૂર પડે? $(g = 10\,m/{s^2})$
દોરીના એક છેડે બાંધેલા $0.25\; kg$ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં $1.5 \;m$ $40\; rev./min$ ( પરિભ્રમણ/મિનિટ )ની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે ? જો દોરી મહત્તમ $200\; N$ નું તણાવ ખમી શકે તેમ હોય, તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય ?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ગ્રુવ (થાળી આકાર) ને લીસી શીરોલંબ દિવાલ છે. $m$ દળ ધરાવતું એક ચોસલું દિવાલને અડીને $v$ જેટલી ઝડપથી ગતિ કરે છે. નીચેનાંમાંથી ક્યો વક્ર દિવાલ દ્વારા ચોસલા પર લાગતા લંબબળ $(N)$ અને ચોસલાની ઝડપ $(v)$ ના સંબંધને દર્શાવે છે?