$‘a’$ બાજું ધરાવતાં સમઘનનાં દરેક શિરોબિંદુઓ આગળ બિંદુવત વિદ્યુતભારો $+ Q$ રાખવામાં આવ્યા છે. પરંતુ ઊગમબિંદુ આગળ $-Q$ વિદ્યુતભાર છે. સમઘનનાં કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........... છે
$\frac{-Q}{3 \sqrt{3} \pi \varepsilon_{0} a^{2}}(\hat{x}+\hat{y}+\hat{z})$
$\frac{-2 Q}{3 \sqrt{3} \pi \varepsilon_{0} a^{2}}(\hat{x}+\hat{y}+\hat{z})$
$\frac{2 Q}{3 \sqrt{3} \pi \varepsilon_{0} a^{2}}(\hat{x}+\hat{y}+\hat{z})$
$\frac{ Q }{3 \sqrt{3} \pi \varepsilon_{0} a ^{2}}(\hat{ x }+\hat{ y }+\hat{ z })$
વિદ્યુતભાર $Q$ અને $-3Q$ અમુક અંતરે મૂકેલા છે,$Q$ પર વિદ્યુતક્ષેત્ર $E$ હોય,તો $-3Q$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
સમાન બાજુવાળા પંચકોણના દરેક શિરોબિંદુઓ પર $\mathrm{q}$ વિધુતભારવાળા પાંચ વિધુતભારો છે.
$(a)$ $(i)$ પંચકોણના કેન્દ્ર $\mathrm{O}$ પાસે વિધુતક્ષેત્ર કેટલું ?
$(ii)$ જો એક શિરોબિંદુ $(\mathrm{A})$ પરનો વિધુતભાર દૂર કરીએ, તો હવે તેનાં કેન્દ્ર $\mathrm{O}$ પાસે વિધુતક્ષેત્ર કેટલું ?
$(iii)$ જો એક શિરોબિંદુ $\mathrm{A}$ પરના $\mathrm{q}$ વિધુતભારના બદલે $-\mathrm{q}$ વિધુતભાર મૂકીએ તો તેનાં કેન્દ્ર $\mathrm{O}$ પાસે વિધુતક્ષેત્ર કેટલું ?
$(b)$ જો પંચકોણના બદલે $\mathrm{n}$ -બાજવાળો નિયમિત બહકોણ પરના દરેક શિરોબિંદુ પર $\mathrm{q}$ વિધુતભાર મુકીએ તો $(a)$ ના જવાબ પર કેવી અસર થાય ?
$1$ ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર તથા $10^{-5}\, cm$ ત્રિજ્યા ધરાવતા પાણીના ટીપાને હવામાં મુક્ત રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા...
એક પાતળી $R$ ત્રિજયાની સુવાહક વર્તુળાકાર રિંગ પરનો વિદ્યુતભાર $+Q$ છે. વર્તુળાકાર રિંગના $AKB$ વિભાગથી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર $E$ છે,તો રિંગના $ACDB $ વિભાગથી રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર ________ હશે.
$5\, nC$ વિદ્યુતભાર ધરાવતાં કણોને $X$- અક્ષ પર અનુક્રમે $x = 1$ $cm$, $x = 2$ $cm$, $x = 4$ $cm$ $x = 8$ $cm$ ………. મૂકેલાં છે.ઘન અને ૠણ વિદ્યુતભારને એકાંતરે મૂકેલા છે.તો ઉગમ બિંદુ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?