સમક્ષિતિજ સમતલમાં ગતિ કરી શકે તેવી હોકાયંત્રની સોયને ભૌગોલિક ધ્રુવ પાસે લઈ જતાં તે .... 

  • [AIPMT 2012]
  • A

    માત્ર ઉતર-દક્ષિણ દિશામાં રહે

  • B

    માત્ર પૂર્વ-પશ્ચિમ દિશામાં રહે

  • C

    ગમે તે દિશામાં રહે

  • D

    કોઈ હલનચલન ન બતાવતા વગર દઢ રહે

Similar Questions

એક સ્થળે ડીપ એન્ગલ $30^°$ અને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.50 \,Oersted $ હોય,તો તે સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલા $Oersted $ થાય?

એક સ્થળે સાચો ડીપ એન્ગલ $60^o$ નો છે.તો મેગ્નેટિક મેરીડીયન સાથે $30^o$ નો ખૂણો બનાવતા સમતલમાં ડીપ એન્ગલ કેટલો થાય?

પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્દભવવાનું યોગ્ય કારણ જણાવો.

પૃથ્વીના ચુંબકત્વ અંગે નીચેના પ્રશ્નોના જવાબ આપો:

$(a)$ સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે ત્રણ રાશિઓ (મૂલ્યો)ની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી ત્રણ સ્વતંત્ર રાશિઓના નામ આપો.

$(b)$ દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ (નમનકોણ) લગભગ $18^o$ છે. બ્રિટનમાં ડીપ કોણ મોટોકે નાનો હશે? 

$(e)$ જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં આ રેખાઓ જમીનમાં જતી કે બહાર નીકળતી હશે?

$(d)$ ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે કરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે?

$(e)$ એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તેના કેન્દ્ર પર મુકેલા $8 \times 10^{22}\; J \,T^{-1}$ જેટલી મેગ્નેટીક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઇ રીતે ખરાઈ $(Check)$ કરો. 

$(f)$ ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય $N-S$ ધ્રુવો સિવાય, પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને ?

ચુંબકીય મેરીડીયનમાં દક્ષિણ ધ્રુવ ઉત્તર તરફ રહે,તેમ ચુંબક મૂકેલો છે.કેન્દ્રથી $20\,cm$  અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય છે.પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર $0.3$ ગોસ છે.તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?