$4\,\mu\,C$ વિદ્યુતભારને બે ભાગ માં વહેંચવામાં આવે છે. જુદા પાડેલા આ બન્ને વિદ્યુતભારો વચ્ચેનું અંતર અચળ છે. જુદા પાડેલ આ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ મહત્તમ થાય તે માટે વિદ્યુતભારોનું મૂલ્ય $..........$ થશે.
$1\; \mu C$ અને $3\; \mu C$
$2\; \mu C$ અને $2\; \mu C$
$0$ અને $4 \;\mu C$
$1.5\; \mu C$ અને $2.5 \;\mu C$
એક બિંદુવત વીજભાર $q_1=4{q_0}$ ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર $q _2=- q _0,\;\; x=12\,cm$ પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર $q_0$ છે પ્રોટોનને $x$ અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન $............cm$ છે.
કૉપરના અલગ કરેલા બે ગોળાઓ $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7}\; C$ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે ? $A$ અને $B$ વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે?
દરેક $+q$ જેટલો વિદ્યાતભાર ધરાવતા બે નાના ગોળાઓ એક $2a$ લંબાઈની અવાહક દોરીથી જોડેલા છે તો દોરીમાં તણાવબળ કેટલું હશે?
$a$ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે છે.તો એક વિદ્યુતભાર પર કેટલું બળ લાગે?
$\varepsilon$$_r$ નું પારિમાણિક સૂત્ર.......