એક પદાર્થ એકધારી રીતે $ (4.0 \pm 0.3)$ સેકન્ડમાં $ (13.8 \pm 0.2) $ અંતરે કાપે છે. ત્રુટિ મર્યાદા સાથે વેગ અને વેગની પ્રતિશત ત્રુટિ અનુક્રમે ...મળે.
$(4.0 \pm 0.31), \pm 8\%$
$(3.5 \pm 0.31), \pm 9\%$
$(5.0 \pm 0.37), \pm 9\%$
$(3.8 \pm 0.34), \pm 7\%$
એક ભૌતિક રાશિ $z$ બીજા ચાર આવકલોકન $a,b,c$ અને $d$ પર $z =\frac{ a ^{2} b ^{\frac{2}{3}}}{\sqrt{ c } d ^{3}}$ મુજબ આધાર રાખે છે. $a, b, c$ અને $d$ ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%, 1.5 \%, 4 \%$ અને $2.5 \%$ છે. $z$ ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?
સાદા લોલકનો આવર્તકાળ $T=2\pi \sqrt {\frac{l}{g}} $ વડે આપવામાં આવે છે. $L$ નું $1\,mm$ ની ચોકસાઈથી મપાયેલ મૂલ્ય $20.0\,cm$ છે. અને તેનાં $100$ દોલનો માટે લાગતો સમયગાળો $90\;s$ છે, જેને $1\;s$ જેટલું વિભેદન ધરાવતી કાંડા ઘડિયાળ વડે માપવામાં આવે છે. $g$ શોધવામાં રહેલી ચોકસાઇ ........ $\%$
પતરા પર લાગતા બળ અને તેની બાજુઓની લંબાઈની મદદથી ચોરસ પતરા પરનું દબાણ માપેવામાં આવે છે, જો બળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$ અને $2\%$ હોય તો દબાણના માપનમાં મહત્તમ ત્રુટિ ........ $\%$ હશે .
જો $50$ અવલોકનો દરમિયાન યાર્દચ્છિક ત્રુટી $\alpha$ છે, તો $150$ અવલોકનો દરમિયાન કેટલી યાદ્દચ્છિક ત્રુટી હશે ?
જો વર્તૂળના માપેલા વ્યાસમાં $4\% $ જેટલી ત્રુટિ હોય તો વર્તૂળના પરિઘમાં ત્રુટિ ........... $\%$ હશે .