$2\, kg $નો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.4$ છે.તેના પર $2.5\, N $નું બળ લગાવતા તેના પર ........ $N$ ઘર્ષણબળ લાગશે.
$2.5 $
$5$
$7.84$
$10$
એક બ્લોકને એક ખરબચડી કોણીય (ઢોળાવવાળી) સપાટી પર સ્થિર છે. તો બ્લોક પર કેટલા બળો લાગી રહ્યાં છે?
સમક્ષિતિજ સપાટી પર $W$ વજન ધરાવતા બ્લોક પર સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે બળ લગાડવામાં આવે છે.જો $\alpha$ ઘર્ષણકોણ હોય તો, બ્લોકને ખસેડવા માટે કેટલું બળ આપવું પડે?
જ્યારે પદાર્થ સમક્ષિતિજ સાથે $45^o$ નો ખૂણો બનાવતા લીસા ઢાળ પરથી સ્થિર સ્થિતિમાંથી સરકીને નીચે આવે ત્યારે લાગતો સમય $T$ છે. હવે તે જ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી તેટલા ખૂણાવાળા ખરબચડા ઢાળ પરથી સમાન અંતરે આવતાં લાગતો સમય $pT$ હોય તો (જ્યાં $p > 1$ ) પદાર્થ અને ખરબચડા ઢાળની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક શોધો.
ઘર્ષણાંકને સ્થિત ઘર્ષણાંક શાથી ગણાય છે ?
એક લાંબી ટ્રોલી પર $15 \;kg$ દળનો બ્લૉક મૂકેલ છે. બ્લૉક અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.18$ છે. ટ્રૉલી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી $20 \;s$ માટે $0.5 \;m s ^{-2}$ થી પ્રવેગિત થઈને ત્યાર બાદ નિયમિત વેગથી ગતિ કરે છે. $(a)$ જમીન પરના સ્થિર નિરીક્ષક $(b)$ ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લૉકની ગતિની ચર્ચા કરો.