એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. આ પ્રક્રિયા, જ્યાં સુધી બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના વિદ્યુતચાલક બળ જેટલો થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે. કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા અને બેટરી દ્વારા થતા કાર્યનો ગુણોત્તર કેટલો થાય?
$2$
$\frac{1}{4}$
$\frac{1}{2}$
$1$
$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની સંગ્રહિત ઊર્જા અને વિદ્યુતભાર અનુક્રમે $W$ અને $Q$ છે. જો તેનો વિદ્યુતભાર $2Q$ જેટલો વધારવામાં આવે તો સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે ?
$4\;V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_1$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_1$ કેપેસીટરને શ્રેણીમાં જોડેલા છે. જ્યારે બીજા $V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_2$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_2$ કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમાં સંગ્રહ થતી કુલ ઉર્જા પહેલા જોડાણમા સંગ્રહ થતી ઉર્જા જેટલી છે. તો $C_2$ નું મૂલ્ય $C_1$ ના પદમાં કેટલું થાય?
સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચેનું અંતર $2\ mm$ છે તથા તેને $300\, V$ ની બેટર વડે જોડીને વિદ્યુતભારીત કરેલ છે તો ઊર્જા ઘનતા....$J/m^3$
કૅપેસિટરમાં સંગ્રહ પામતી વિદ્યુતઊર્જાનાં ત્રણ જુદા જુદા સૂત્રો જણાવો.
$800$ માઈક્રો ફેરેડના કેપેસિટર પર $8 \times 10^{-18}\, C$ નો વિદ્યુતભાર મૂકવા કરવું પડતું કાર્ય ....