એક પદાર્થને $60^o$ ના પ્રક્ષિપ્તકોણે ફેંકતા તેની અવધિ $90m$ છે,તો તે પદાર્થને સમાન વેગથી $30^o$ ના પ્રક્ષિપ્તકોણે ફેંકતા અવધિ .......... $m$ મળે .
$30 $
$60 $
$90 $
$120 $
$70\,m$ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી $50\,m/s$ ના વેગથી $30^o$ ના પ્રક્ષિપ્તકોણે ફેંકેલો પદાર્થ ........ $(\sec)$ સમયમાં જમીન પર આવશે.
એક એવા પદાર્થ માટે કે જે જમીન પરથી $u$ ઝડ૫ સાથે પ્રક્ષિપ કરવામાં આવે તો તે મહત્તમ ઉંચાઈ કરતાં બે ગણી અવધિ પ્રાપ્ત કરે છે તો પદાર્થની સમક્ષિતીજ અવધી કેટલી થાય?
પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં આપણે હવાના અવરોધને અવગણીએ છીએ જેથી પરવલયાકાર ગતિપથ મળે છે. જો હવાના અવરોધને ગણતરીમાં લઈએ તો આ ગતિપથ કેવો મળશે ? અને તેનો ગતિપથ પણ દોરો. આવો ગતિપથ દર્શાવવા માટેનું કારણ આપો.
અવધિનું મૂલ્ય અને મહત્તમ અવધિનું મૂલ્ય શેના પર આધાર રાખે છે ?
એક દડાને મકાનની ટોચ પરથી સમક્ષિતિજ સાથે $45^o$ ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. થોડા સમય બાદ તે જમીન સાથે અથડાય છે, તો ગતિપથના કયા બિંદુએ દડા માટે .........
$(a)$ મહત્તમ ઝડપ
$(b)$ ન્યૂનતમ ઝડપ
$(c)$ મહત્તમ પ્રવેગ - હશે તે જણાવો.