કોપર,મરકયુરી અને કાંચની ઉષ્માવાહકતા $K_c$,$ K_m$ અને $K_g$ છે. $( K_c > K_m > K_g)$ . એકમ સમયમાં એકમ આડછેદમાં એક સમાન ઉષ્માનું વહન થતું હોય તો તેમના તાપમાન પ્રચલન $(X_c, ,X_m , X_g )$ વચ્ચેનો સંબંઘ

  • A

    $X_c= X_m = X_g$

  • B

    $X_c> X_m > X_g$

  • C

    ${X_C} < {X_m} < {X_g}$

  • D

    $X_m < X_c$

Similar Questions

બારીના કાચનું ક્ષેત્રફળ $10 m^{2}$ અને જાડાઈ $2 mm$ છે. બહાર અને અંદરનું તાપમાન અનુક્રમે $40°C$ અને $20°C$ છે. $MKS$ પદ્ધતિ પ્રમાણે ઉષ્મા વાહકતા $0.2$ છે. ઓરડામાં સેકન્ડ દીઠ વહન પામતી ઉષ્મા ......છે.

$0.5\,m$ લાંબા સળિયા પર તાપમાન પ્રચલનનું મૂલ્ય $80\,^oC/m$ છે. ગરમ છેડાનું તાપમાન $30\,^oC$ છે, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું ?

સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?

  • [AIEEE 2009]

એક નળાકાર ધાતુનો સળિયો જેના બે છેડા બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખતા તેમાંથી $t$ સમયમાં $Q$ ઉષ્મા પસાર થાય છે. આ સળિયાને પિગાળીને તેમાંથી મૂળ સળિયા કરતાં અડધી ત્રિજયાનો નવો સળિયો બનાવવામાં આવે છે. જ્યારે આ નવા સળિયાના છેડાને બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખવામાં આવે, તો આ નવા સળિયા દ્વારા $t$ સમયમાં પસાર થતી ઉષ્મા કેટલી હશે?

  • [AIPMT 2010]

ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે $K _{1}, K _{2},$ અને $K _{3}$ છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને $100^{\circ} C$ તાપમાને અને બીજા છેડાને $0^{\circ} C$ તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે $70^{\circ} C$ અને $20^{\circ} C$ હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો $K _{1}, K _{2}$ અને $K _{3}$ વચ્ચેનો સંબધ શું હશે?

  • [JEE MAIN 2020]