એક નળાકાર ધાતુનો સળિયો જેના બે છેડા બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખતા તેમાંથી $t$ સમયમાં $Q$ ઉષ્મા પસાર થાય છે. આ સળિયાને પિગાળીને તેમાંથી મૂળ સળિયા કરતાં અડધી ત્રિજયાનો નવો સળિયો બનાવવામાં આવે છે. જ્યારે આ નવા સળિયાના છેડાને બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખવામાં આવે, તો આ નવા સળિયા દ્વારા $t$ સમયમાં પસાર થતી ઉષ્મા કેટલી હશે?

  • [AIPMT 2010]
  • A

    $\frac{Q}{4}\;$

  • B

    $\;\frac{Q}{{16}}$

  • C

    $\;2Q$

  • D

    $\;\frac{Q}{2}$

Similar Questions

બે પટ્ટી $A$ અને $B$ ની ઉષ્મીય વહકતાઓ અનુક્રમે $84\,Wm ^{-1}\,K ^{-1}$ અને $126\,Wm ^{-1}\,K ^{-1}$ છે. તેમનું સપાટી ક્ષેત્રફળ અને જાડાઈ સરખી છે. જેને તેની સપાટી સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે છે. જો $A$ અને $B$ ની બહારની સપાટીનું તાપમાન $100^{\circ}\,C$ પર રાખવામાં આવે, તો સ્થિત અવસ્થામાં સંપર્ક સપાટીનું તાપમાન ........ ${ }^{\circ} C$ છે.

  • [JEE MAIN 2023]

એક $r$ ધાતુમાંથી બનેલ ચાર સળીયા જેની લંબાઈ, લંબ ક્ષેત્રફળ વગેરે એકસરખા છે. તેને આફૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે તો ચાર સળીયા દ્વારા બનેલ જંક્શનનું તાપમાન .......... $^{\circ} C$ હશે?

કોપર,બ્રાસ અને સ્ટિલના ત્રણ સળિયાને $Y-$ આકારની સંરચના કરવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે.દરેક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ $4 $ $cm^2$ છે.કોપર સળિયાના છેડે $100^o $ $C$ તાપમાન જયારે બ્રાસ અને સ્ટિલ સળિયાઓને છેડે $ 0^o $ $C$ તાપમાન જાળવવામાં આવે છે.કોપર,બ્રાસ અને સ્ટિલના સળિયાઓની લંબાઇ અનુક્રમે $46,13 $ અને $12$ cms છે. આ સળિયાઓ છેડેથી જ તાપમાનના સુવાહક છે.જયારે આજુબાજુથી અવાહક છે.કોપર,બ્રાસ અને સ્ટિલની ઉષ્મા વાહકતા અનુક્રમે $0.92,0.26 $ અને $ 0.12 $ $CGS $ એકમમાં છે.કોપર સળિયામાંથી પસાર થતો ઉષ્મા વહન-દર ....... $cal\, s^{-1}$

  • [JEE MAIN 2014]

સમાન આડછેદ અને સમાન દ્રવ્યના ત્રણ સળિયાથી સમદ્વિ-બાજુ કાટકોણ ત્રિકોણ $ABC$ બનાવવામાં આવે છે. $A$ અને $B$ ના તાપમાન $ T $ અને $ \sqrt 2 T $ છે.જો $C$ નું તાપમાન $ {T_C} $ હોય,તો $ \frac{{{T_C}}}{T} $ શોધો. $\angle B$ કાટખૂણો છે.

  • [IIT 1995]

તળાવમાં રહેલું $0^o C$ તાપમાન ઘરાવતું પાણીમાં $1 \,cm$ જાડાઇનો બરફનો સ્તરબનતા $7 \,h$ સમય લાગતો હોય તો બરફના સ્તરની જાડાઇ $1 \,cm$ થી $2 \,cm$ થતા ......... $hrs$ લાગશે.