વાહક પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા નું મૂલ્ય $- 2 \times 10^{-6}\ C/m^2$ છે. $100\ eV$ ઊર્જાનો ઈલેકટ્રોન પ્લેટની તરફ ગતિ કરીને તેને અથડાય છે. તો ઈલેકટ્રોનનું પ્લેટથી પ્રારંભિક સ્થાન વચ્ચેનું અંતર શું હશે ?
$4.42 \times 10^{-4}\ m$
$3.51\ mm$
$1.77\ cm$
$3.51\ cm$
વિધુતસ્થિતિમાન અને વિધુતસ્થિતિ-ઊર્જા વચ્ચેનો તફાવત લખો.
બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી $\mathrm{r}$ અંતરે રહેલાં બે બિંદુવત્ વિધુતભારો માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો.
હાઇડ્રોજન અયન અને એક આયનીય હીલિયમ અણુને સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે, તો હાઇડ્રોજન અને હીલિયમની અંતિમ ઝડપનો ગુણોત્તર લગભગ કેટલો હશે?
$m$ દળ અને $+e$ વિદ્યુતભાર ધરાવતા કણે $v$ વેગથી $Ze$ વિદ્યુતભાર ધરાવતાં પદાર્થ તરફ ફેંકતા કેટલો નજીક જશે? $(Z>0) $
બે બિંદુઓ $P$ અને $Q$ પાસે વિદ્યુતસ્થિતિમાનો અનુક્રમે $10\ V$ અને $-4\ V$ છે તો $100$ ઈલેક્ટ્રોનને $P$ થી $Q$ પર લઈ જવા કરવું પડતું કાર્ય ........