એક ઓટોમોબાઈલ સ્પ્રિંગ $5000\, N$ લોડ માટે $0.2\ m$ સુધી વધે છે. તો આ સ્પ્રિંગ $0.2\ m$ જેટલી સંકોચાયેલી હોય ત્યારે સંગ્રહિત સ્થિતિ ઊર્જા અને $10000\, V$ ના સ્થિતિમાન તફાવતે $10\ \mu F$ કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
$0.25$
$1$
$1/14$
$2$
સમાન કેપેસિટન્સ $C$ ધરાવતા કેપેસિટરને $V$ અને $-V$ વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે.તેમને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?
એક $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V _{0}$ જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડીને ચાર્જ કરેલ છે, પછી તેને સ્ત્રોતથી અલગ કરી બીજા $\frac{ C }{2} $ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કેપેસીટર પર વિજભારના વિતરણની પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો વ્યય $.........\;CV _{0}^{2}$ જેટલો હશે?
એક કેપેસીટરને ચાર્જ કરવા માટે એક બેટરી $200\,J$ જેટલું કાર્ય કરે છે. તેથી કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા $.......J$ હશે.
વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા કોના સમપ્રમાણમાં હોય છે?
એક કેપેસિટર પાસે બે વર્તૂળાકાર પ્લેટો છે. જેઓની ત્રિજ્યા $8\,cm$ અને તેની વચ્ચેનું અંતર $1\, mm$ છે. જ્યારે આ પ્લેટોની વચ્ચે મિશ્ર ચોસલુ (ડાઈઈલેકટ્રીક અચળાંક = $6$) મુકવામાં આવે છે. જ્યારે તેને $150\, volt$ સ્થિતિમાન આપવામાં આવે ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જાની ગણતરી કરો.