વિદ્યુતભારિત વાહક ગોળા માટે કયું વિધાન સાચું નથી?
ગોળાની અંદરની બાજુએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોતું નથી.
ગોળાની અંદરની બાજુએ $V$ અચળ હોય છે.
$E$ ની દિશા ગોળાની અંદરની બાજુએ ચક્રિય હોય છે.
ગોળાની અંદરની બાજુએ વિદ્યુતભાર ઘનતા શૂન્ય છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આંતર ત્રિજ્યા $a$ અને બાહ્ય ત્રિજ્યા $b$ વાળા ગોળીય વાહક કવચના કેન્દ્રમાં બિંદુવત વીજભાર $Q$ મૂકેલ છે. વીજભાર $Q$ ને લીધે ત્રણ ભિન્ન વિસ્તાર $I, II$ અને $III$ માં વીજ ક્ષેત્ર $..............$ હશે. $\text { (I :r } r < a \text {, II : } a < r < b, \text { III: } r > b \text { ) }$
$1\,cm$ અને $2\, cm$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને $1.5 \times 10^{-8}$ અને $0.3 \times 10^{-7}$ કુલબના ધન વિદ્યુતભારથી વિદ્યુતભારીત કરેલા છે. જ્યારે તેઓને તાર વડે જોડવામાં આવે છે તો વિદ્યુતભાર......
સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.
આકૃતિમાં ત્રણ સમકેન્દ્રિય ધાતુ કવચો દર્શાવેલ છે. સૌથી બહારના કવચ પર વિદ્યુતભાર $q_2$ છે. સૌથી અંદરના કવચ પર વિદ્યુતભાર $q_1$ છે અને વચ્ચેનું કવચ વિદ્યુતભાર રહિત છે. સૌથી બહારના કવચની અંદરની સપાટીએ વિદ્યુતભાર કેટલો છે?
$a$ અને $b$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારીત ગોળાઓને તાર વડે જોડેલા હોય, ત્યારે તેઓની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર $E_a/E_b$ છે. તો.....