જુદા જુદા દ્રવ્યોના બનેલા બે ગોળાઓમાં પ્રથમ ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતાં બમણી અને દીવાલની જોડાઈ ચોથા ભાગની છે. તેમને સંપૂર્ણપણે બરફથી ભરી દેવામાં આવે છે. જો મોટી ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $25 min$ અને નાની ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $16 min$ હોય, તો મોટા અને નાના ગોળાનાં દ્રવ્યોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર ..........
$4 : 5$
$5 : 4$
$25 : 1$
$1 : 25$
બે સળિયાઓની લંબાઇ એકસમાન અને જુદી-જુદી વિશિષ્ટ ઉષ્માઓ $({S_1} , {S_2})$, ઉષ્માવાહકતા $\left(K_{1}, K_{2}\right)$ તથા આડછેદના ક્ષેત્રફળ $\left(A_{1}, A_{2}\right)$ અને બંનેના છેડાના તાપમાન $ {T_1} $ અને $ {T_2} $ છે. જો વહનને કારણે થતાં ઉષ્માના વ્યયનો દર સમાન હોય, તો
આકૃતિમાં $r_1$ અને $r_2$ ત્રિજયાની બે ગોલીય કવચના તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે.આ બે ગોલીય કવચ વચ્ચેના વિસ્તારમાં રહેલા દ્રવ્યમાંથી ત્રિજયાવર્તી દિશામા ઉષ્માવહનનો દર ___________ ના સમપ્રમાણમાં હશે.
નળાકાર સળીયામાં ઉષ્માના વહનનો દર $Q_1$ છે. સળીયાના છેડે તાપમાન $T_1$ અને $T_2$ છે. જો સળીયાના બધા જ પરિણામ બમણાં કરવામાં આવે અને તાપમાન તેટલું જ રાખવામાં આવે ત્યારે ઉષ્માવહનનો દર $Q_2$ છે, તો......
સમાન દ્રવ્યમાંથી બનાવેલ સળિયા નીચે દર્શાવેલ છે .તો $C$ બિંદુનું તાપમાન ..... $^oC$ હશે ?
એક નળાકાર ધાતુનો સળિયો જેના બે છેડા બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખતા તેમાંથી $t$ સમયમાં $Q$ ઉષ્મા પસાર થાય છે. આ સળિયાને પિગાળીને તેમાંથી મૂળ સળિયા કરતાં અડધી ત્રિજયાનો નવો સળિયો બનાવવામાં આવે છે. જ્યારે આ નવા સળિયાના છેડાને બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખવામાં આવે, તો આ નવા સળિયા દ્વારા $t$ સમયમાં પસાર થતી ઉષ્મા કેટલી હશે?