$15 kg$ દળ ધરાવતા સ્થિર પદાર્થ પર $5N $ નું બળ ગાલે છે તો ગતિના પ્રથમ સેકન્ડ દરમ્યાન થતું કાર્ય ....

  • A

    $5J$

  • B

    $5/6 J$

  • C

    $6J$

  • D

    $7J$

Similar Questions

$m_1$ અને $m_2$ દળનાં બે પદાર્થો એ એકસરખી ગતિઊર્જા સાથે ગતિ કરે છે. જો અનુક્રમે $P_1$ અને $P_2$ તેમના વેગમાન હોય, તો ગુણોત્તર થશે...

$m$ બળના એક પદાર્થને સમક્ષિતિજથી $u$ ઝડપે અને $\theta$ ખૂણે પ્રક્ષેપિત કરવામાં આાવે છે. જમીનથી મહત્તમ ઉંચાઈનાં લાગે એ ગુરુત્વાકર્ષણ વડે અપાયેલ પાવર કેટલો છે?

જવાબ આપો :

$(a)$ રોકેટનું અસ્તર $(Casing)$ ઉડાણ દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઊઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્માઊર્જા મળે છે ? રૉકેટ કે વાતાવરણના

$(b)$ સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય $(Highly\, Elliptical)$ કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણકક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે ?

$(c)$ પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ, વાતાવરણના અવરોધને કારણે તેની ઊર્જા ક્રમશઃ ગુમાવે છે, ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય. તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક અને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે ?

$(d)$ આકૃતિ $(i)$ માં, એક માણસ તેના હાથોમાં $15 \,kg$ દળ ઊંચકીને $2\, m$ જેટલું ચાલે છે. આકૃતિ  $(ii)$ માં, તે આટલું જ અંતર દોરડું ખેંચતા ખેંચતા ચાલે છે. દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે $15 \,kg$ જેટલું દળ લટકાવેલ છે. કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે ?

$10gm$   દળના બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર લટકાવવામાં આવે છે.$10gm$ દળની ગોળીનો વેગ   $100cm/\sec $ છે.તે બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે.બ્લોક કેટલા......$cm$ ઊંચાઇ પર જશે? ($g = 10m/{\sec ^2}$)

આપેલું વિધાન સાચું છે કે ખોટું તે દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો :

$(a)$ બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં, દરેક પદાર્થના વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય છે.

$(b)$ પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારનાં આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઊર્જાનું સંરક્ષણ થાય છે. 

$(c)$ પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારનાં બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય છે. 

$(d)$ અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિઊર્જા હંમેશાં તેની પ્રારંભિક ગતિઊર્જા કરતાં ઓછી હોય છે.