એક બૅટ્સમૅન બૉલને તેની $12 \;m/ s$ ની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બૉલરની દિશામાં પાછો ફટકારે છે. જો બૉલનું દળ ( $0.15 \;kg$ હોય, તો બૉલ પર લાગતો આઘાત શોધો. (બૉલની ગતિ સુરેખ ધારો. )
બે જુદા-જુદા પ્રયોગોમાં $25 \,ms ^{-1}$ ની ઝડપથી ગતિ કરતો $5 \,kg$ દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે $(i) 3$ સેક્ન્ડ અને $(ii) 5$ સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
દરેક $m$ દળના $100$ દડાઓ, $v$ જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે $t$ સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ $..........$ થશે.
કણનુ વેગમાન $p = a + b{t^2}$ છે.તો કણ પર લાગતું બળ...
એક છોકરી સમતલ રોડ પર $5\,ms^{-1}$ ની ઝડપથી સાઇકલ ચલાવતાં-ચલાવતાં $0.5\, kg$ દળના પથ્થરને જમીનની સાપેક્ષે $15\,ms^{-1}$ ની ઝડપથી તેની ગતિની દિશામાં ફેંકે છે. છોકરી અને સાઇકલનું સંયુક્ત દળ $ 50\, kg$ છે. પથ્થર ફેંક્યા બાદ સાઇકલની ઝડપમાં ફેરફાર થશે ? જો હા તો તેની ઝડપમાં કેટલો ફેરફાર થશે ?