ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$. જો ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ $1.4\,m/{s^2}$, તો ચંદ્ર ની ત્રિજ્યા કેટલી હશે? $(G = 6.667 \times {10^{ - 11}}\,N{m^2}/k{g^2})$
ઉત્તર ધ્રુવ પર એક બોક્સનું સ્પ્રિંગ બેલેન્સ પર વજન કરતાં તે $196 \;\mathrm{N}$ મળે છે. હવે આ જ સ્પ્રિંગ બેલેન્સને વિષુવવૃત પર લાવતા તેના પર મપાતું વજન ........ $N$ થશે.
($\mathrm{g}=10\; \mathrm{ms}^{-2}$, ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીની ત્રિજ્યા $=6400\; \mathrm{km}$ )
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $-I:$ પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય.
વિધાન $-II:$ પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે.
ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
પૃથ્વીના અંદર અને બહારના વિસ્તારમાં ગુરુત્વપ્રવેગનું વિચરણ સમજાવો અને આલેખ દોરો.
સૌરમંડળમાં એક એવો ગ્રહ છે કે જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું હોય છે અને ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી હોય છે. જો પૃથ્વી પરની કોઈ વસ્તુનું વજન $W$ હોય, તો તે ગ્રહ પર સમાન પદાર્થનું વજન કેટલું હશે?