સમાન પ્રારંભિક વેગ માટે કોઈ પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ $30^o$ થી વધારીને $60^o$ કરતાં તેમની મહત્તમ ઊંચાઈ વચ્ચેનો સંબંધ મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મહતમ ઉંચાઈ, $H =\frac{v_{0}^{2} \sin ^{2} \theta}{2 g}$

$\frac{ H _{2}}{ H _{1}}=\frac{\sin ^{2} 60^{\circ}}{\sin ^{2} 30^{\circ}}=\frac{(\sqrt{3} / 2)^{2}}{(1 / 2)^{2}}=3$

Similar Questions

એક સમતલ રસ્તા પર અચળ ઝડપે ગતિ કરતી ખુલ્લી કારમાં એક છોકરો એક દડાને શિરોલંબ હવામાં ઊછાળે છે અને ફરીથી પાછો કેચ કરે છે, તો કુટપાથ પર ઊભેલા બીજા છોકરા વડે આ દડાની ગતિનો ગતિપથ કેવો દેખાશે ? તમારા જવાબના સમર્થનમાં યોગ્ય સમજૂતી આપો. 

પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ હવાની ગેરહાજરીમાં તૂટક રેખા વડે દર્શાવેલ છે,તો હવાની હાજરીમાં પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ નીચેનામાથી કયો છે?

જો કોઈ સમક્ષિતીજ અવધી $R$ સાથે ગોળીના ઉડ્ડયન સમય $T$ હોય, તો સમક્ષિતિજ સાથે પ્રક્ષેપણ ખૂણો કેટલો થાય ?

દડાને મહત્તમ $100\,m$ દૂર સુધી ફેંકી શકાય છે.તો મહત્તમ ........ $m$ ઊંચાઇ સુધી ફેકી શકાય.

એક ક્રિકેટનો ફિલ્ડર દડાને $v_0$ વેગથી ફેંકી શકે છે. જો તે $u$ ઝડપથી દોડતા-દોડતા દડાને સમક્ષિતિજ સાથે $\theta $ કોણે ફેંકે તો નીચેના પ્રશ્નોના જવાબ શોધો.

$(a)$ પ્રેક્ષકને દડો હવામાં સમક્ષિતિજ સાથે કેટલાં પરિણામી કોણે પ્રક્ષિપ્ત થયેલો દેખાશે ?

$(b)$ દડાનો ઉડ્ડયન સમય કેટલો હશે ?

$(c)$ પ્રક્ષિપ્ત બિંદુથી તે સમક્ષિતિજ દિશામાં જમીન પર પડે તેમની વચ્ચેનું અંતર કેટલું ?

$(d)$ $(c)$ માં મેળવેલ અંતર માટે તેણે કેટલાં કોણે પ્રક્ષિપ્ત કરવો જોઈએ કે જેથી મહત્તમ સમક્ષિતિજ અંતર મળે ?

$(e)$ જો $u > u_0$.  $u =u_0$  અને $u < v_0$, હોય તો મહત્તમ અવધિ માટેનો પ્રપ્તિ કોણ $\theta $ કેવી રીતે બદલાશે ?

$(f)$ $u = 0$ (એટલે કે $45^o$ ) સાથે $(v)$ મળતા $\theta $ ને કેવી રીતે સરખાવી શકાય ?