પરિસ્થિતિવિદો દ્વારા પૃથ્વી પરની જાતિઓનો અંદાજ કઈ રીતે મેળવાયો ? તે જાણવો ?
પૃથ્વી પરની જતિઓની સંખ્યાનો અંદાજિત ખ્યાલ $IUCN$ (ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ) દ્વારા $2004$માં અપાયો હતો. તેના પ્રમાણે પૃશ્વી પર આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓની કુલ સંખ્યા લગભગ $1.5$ મિલિયનથી વધુ છે.
હજુ અનેક જાતિની શોધ તેમજ વર્ણન થયું નથી. તેમાંની ધણી માત્ર ધારણા છે.
ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશો,વર્ગીકરણીય સમૂહો અને જાતિઓની શોધ માટે પરિપૂર્ણ છે.
ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણામાં જાતિઓની શોધ બાકી છે.
જીવશાસ્ત્રીઓ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કિટકો $(insect)$ સમૂહોની જાતિ અને સમૃધ્ધિનો વિસ્તારરૂપથી અભ્યાસ કર્યો, તેની આંકડકીય તુલના કરી આ જ પ્રમાણમાં તે વિસ્તારોનાં પ્રાણીઓ તથા વનસ્પતિઓના અન્ય જૂથોનો ઉમેરો કરી પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ મેળવ્યો.
અંતિમ અંદાજ $20$ થી $50$ મિલિયન સુધીનો છે. પણ રોબર્ટ મે $(Robert May)$ નામના વૈજ્ઞાનિકે સચોટ રીતે વૈજ્ઞાનિક પદ્વતિથી અંદાજ કાઢ્યો તે પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા $7$ મિલિયન જેટલી છે.
નીચેના વાક્યો વાંચો
$(A)$ ભારતમાં નોર્વે કરતાં વધારે નિવસન તંત્રીય વિવિધ
$(B)$ $IUCN$ $(2004)$ નાં મત પ્રમાણે કુલ વનસ્પતિ અને પ્રાણીની જાતિઓની સંખ્યા $15$ મીલીઅન કરતાં વધારે નોંધવામાં આવી છે.
નીચેનામાંથી સજીવોને તેમની જાતિસમૃધ્ધતાના ચડતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
રોબર્ટ મે પ્રમાણે વૈશ્વિક જાતિ-વિવિધતા કેટલી છે?
કોણે વધુ સંતુલિત રીતે અને વૈજ્ઞાનિક ઢબે વૈશ્વિક જાતિવિવિધતાનો સંચોટ અંદાજ લગાવ્યો હતો?
પ્રાણી સૃષ્ટિમાં સૌથી વઘારે જાતિઓ ધરાવતો સમુદાય છે.