(N/A) સજીવો જે નિવાસસ્થાનમાં રહે છે તેમાં પોતાની મહત્તમ પ્રજનનયોગ્યતા,જેને ડાર્વિનિયન યોગ્યતા (ઊંચા $r$ મૂલ્યની યોગ્યતા) પણ કહેવામાં આવે છે,તે માટે વિકસિત થાય છે.
કેટલાક સજીવો તેમના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજનન કરે છે,જેમ કે પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ,જ્યારે અન્ય સજીવો તેમના જીવનકાળ દરમિયાન ઘણી વાર પ્રજનન કરે છે,જેમ કે મોટા ભાગનાં પક્ષીઓ અને સસ્તનો.
કેટલાક સજીવો ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે,જેમ કે છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ,જ્યારે અન્ય ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે,જેમ કે પક્ષીઓ અને સસ્તનો.
પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોનાં જીવન-વૃત્તાંત લક્ષણો એ તેઓ જે નિવાસસ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે.
વિવિધ જાતિઓમાં જીવન-વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ એ વર્તમાન સમયમાં પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનનું એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે.